જોકે, પોલીસને સંજય પર જ શંકા હતી, જેથી તેની વધુ પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્નીના લફરાથી કંટાળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સંજયે પોલીસને જણાવ્યું હતું કે, પત્નીના લફરાને કારણે તેણે પાંચ-પાંચ ઘર બદલી નાંખ્યા હતા. આમ છતાં પત્નીએ પોતાની હરકતો છોડી નહોતી. જેથી બદનામીને ડરને કારણે પોતે જ પત્નીની હત્યા કરી નાંખી હતી.
2/7
સંજયે પોલીસને જણાવ્યું હતું કે, અજય અને નંદિનીનું પ્રેમપ્રકરણ સામે આવી જતાં અજયે તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ પછી પણ આ અફેરનો અંત આવ્યો નહોતો અને સંજયની ગેરહાજરીમાં તેઓ મળતા હતા. સંજયે પોલીસને કહ્યું કે, સોમવારે પોતે કામે ગયા પછી રાતે અજય નંદિનીને મળવા માટે આવ્યો હતો.
3/7
અજયે પોલીસને જણાવ્યું હતું કે, તેની ગેરહાજરીમાં અજય તેના ઘરે આવતો હતો અને બંને ઘરમાં જ રંગરેલિયા કરતાં હતા. એક મહિના પહેલા અજય અને નંદિની ઘરમાં મજા માણી રહ્યા હતા, ત્યારે અચાનક તે ઘરે આવી જતાં તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ સમયે અજયને પોલીસને હવાલે કરી દીધો હતો.
4/7
સુરતઃ વડોદ ગામમાં લગ્નેત્તર સેક્સસંબંધમાં પરિણીત યુવતીના હત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગઈ કાલે સમાચાર આવ્યા હતા કે, યુવતીના પ્રેમીએ પ્રેમિકાની તેના બાળકોની નજર સામે જ હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસ તપાસમાં હત્યા પ્રેમીએ નહીં પરંતુ તેના પતિએ કરી હોવાનું સામે આવ્યું છે.
5/7
તેણે જણાવ્યું હતું કે, રાતે લગભગ 9.30 વાગ્યે અજય અને નંદિની વચ્ચે કોઈ વાતે ઝઘડો થતાં અજય ઉશ્કેરાઇ ગયો હતો અને બે માસૂમ દીકરાની નજર સામે જ નંદિનીને માથે લાકડીના ઘા મારી દીધા હતા. જેને કારણે નંદિની ત્યાં જ ઢળી પડી હતી.
6/7
રાત્રે 12.30 વાગ્યે પોતે ઘરે આવતાં તેણે લોહીથી લથબથ હાલતમાં પત્નીને જમીન પર પડેલી જોઇ હતી. બીજી તરફ ડરના માર્યા બંને બાળકો કલ્પાંત કરી રહ્યા હતા. તેમને સંજયે પૂછતાં તેમણે આખી વાત કરી હતી. આ પછી સંજય ગંભીર પત્નીને 108થી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં સારાવર દરમિયાન તેનું મોત થયું હતું.
7/7
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ બિહારના અને વડોદના ગણેશનગરમાં બે દીકરા અને પત્ની નંદિની સાથે સંજય ગુપ્તા પરિવાર સાથે રહે છે. તેની પત્ની નંદિનીને છેલ્લા ત્રણ વર્ષથી મિલમાં જ કામ કરતાં અને આ જ વિસ્તારમાં આશીર્વાદ નગરમાં રહેતા અજય સાથે અફેર હતું. અજય પણ મૂળ બિહારનો જ છે.