ગુપ્તાંગમાંથી લોહી નીકળતા માસૂમ બાળાને સિવિલમાં દાખલ કરાઈ છે. માસૂમ બાળાએ રડતાં રડતાં ડોક્ટરને પોતાની સાથે થયેલી ગંદી કરતૂટની વ્યથા કહી હતી. પરિવારને આ અંગે જાણ થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
2/4
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે રવિવારે બુટલેગર યોગેશ ભંડારી ચોકલેટ ખવડાવવાના બહાને બાળાને ઘર બહારથી પોતાની રૂમમાં લઇ ગયો હતો અને તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. માસૂમ 7 વર્ષીય બાળકીના શરીરના ભાગે કરડવાના નિશાન પણ મળી આવ્યા છે.
3/4
બુટલેગર યોગેશે માસૂમ બાળકી સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ કર્યું છે. જોકે, માત્ર શરીર પર હાથ ફેરવ્યો હોવાની યાદી સાથે ખટોદરા પોલીસ બાળકીને તબીબી તપાસ માટે સિવિલ લઈ આવી હતી. પોલીસની લાલીયાવાડી સિવિલના ફરજ પરના તબીબે બહાર લાવતા યાદી બદલવવાની ખટોદરા પોલીસને ફરજ પડી છે. પ્રથમ પોલીસ યાદીમાં આરોપીને બચાવવાનો પ્રયાસ કરાયો હોય એવી ચર્ચા છે.
4/4
સુરતઃ શહેરના ખટોદરા માન દરવાજામાં સાત વર્ષની માસૂમ બાળકી પર બુટલેગરે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. હાલ માસૂમ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ખટોદરા પોલીસ બળાત્કારીનો બચાવ કરતી હોવાની ચર્ચા છે.