યુવતી ગભરાઈ જતાં તેણે શરૂઆતમાં કોઈને વાત કરી ન હતી. જો કે આ નરાધમે વારંવાર પરેશાન કરતાં છેવટે યુવતીએ પતિને વાત કરી હતી. અમરોલી પોલીસે ફરિયાદના આધારે હનીફ પટેલ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
2/4
2 જાન્યુઆરીએ હનીફ પટેલ યુવતીના પતિનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી તેને નજીકમાં સાડીના ગોડાઉનમાં લઈ ગયો હતો. હનીફે દરવાજો બંધ કરી દઈ મોઢું દબાવીને જબરજસ્તી કરી યુવતી પર બળાત્કાર હતો. યુવતી તેણે મારી નાખવાની ધમકી આપી હતી.
3/4
અમરોલી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતા સાડીમાં સ્ટોન ચોટાવવાનું કામ કરે છે,અને યુવતીનો પતિ ગેરેજ ચલાવે છે. યુવતીને હનીફ પટેલ નામનો શખ્સ હેરાન પરેશાન કરતો હતો. યુવતીના પતિનો ધંધો બંધ કરાવી દેવાની ચીમકી આપીને મહિલાનું શારીરિક શોષણ કરતો હતો.
4/4
સુરત: સુરતમાં 23 વર્ષની યુવતીને ગોડાઉનમાં લઈ જઈને એક હવસખોરે તેના પતિને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ઘટના નોંધાઈ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે હનીફ પટેલ નામના યુવકની ધરપકડ કરી છે.