મયંકે લગ્ન કરવાની લાલચ આપીને પ્રિયા સાથે છૂટછાટ લેવાની શરૂ કરી હતી. પ્રિયા પણ મયંક લગ્ન કરવા રાજી હતી. પ્રિયાના પૈસે મયંક સિંગાપોર અને થાઈલેન્ડ ફરવા પણ ગયો હતો અને અહીં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, ફરીને પરત આવ્યા પછી પ્રિયાએ રૂપિયા પરત માંગતા મયંકે તેને માર માર્યો હતો અને લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતીએ મયંક સામે ફરિયાદ નોંધાવી છે.
2/3
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમિકાને વિદેશમાં લઈ જઈને ભોગવ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ વરાછા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરી છે. યુવકે લગ્ન કરવાની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, હવે તે લગ્ન માટે ઇનકાર કરી રહ્યો છે.
3/3
આ અંગેની વિગતો એવી છે કે, વરાછાના ત્રિકમનગર ખાતે રહેતો મયંક સોની પ્રિયા(નામ બદલ્યું છે)ના સંપર્કમાં આવ્યો હતો અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. મયંકે પ્રિયાને વિશ્વાસમાં લીધી હતી અને લગ્ન કરવાનું વચન આપ્યું હતું.