શોધખોળ કરો
દિશીત જરીવાલાની હત્યામાં ધીરેન્દ્રએ સુકેતુને કેમ આપ્યો સાથ? તેની જુબાની
1/5

પોલીસ પૂછપરછ દરમિયાન ધીરેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે, ઉભરાટના મોદી રીસોર્ટમાં નોકરી કરતો હતો, ત્યારે રીસોર્ટના માલિક તેને નોકરીમાંથી કાઢી મૂકવાના હતા. આ સમયે સુકેતુ તેની વ્હારે આવ્યો હતો. સુકેતુએ મધ્યસ્થી કરીને તેની નોકરી બચાવી હતી. આમ ધીરેન્દ્ર તેનો ઋણી બની ગયો હતો. હત્યામાં તેની શું ભૂમિકા હતી, તે અંગે પણ તેણે ખૂલાસો કર્યો છે.
2/5

ધીરેન્દ્રએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે, સુકેતુએ કરેલી મદદના બદલામાં તે દિશીતની હત્યા કરવા તૈયાર થયો હતો. એટલું જ નહીં, તેણે એવી પણ કબૂલાત કરી હતી કે, દિશીત પોતાના ઘરમાં સૂતો હતો, ત્યારે દિશીત પર છરીથી પહેલો ઘા તેણે કર્યો હતો. આ પછી બીજો ઘા સુકેતુએ કર્યો હતો.
Published at : 02 Jul 2016 01:52 PM (IST)
View More





















