મારા માતા-પિતાએ મને ગભરાયેલી હાલતમાં જોઈને, શુ થયું છે એમ કહીને પૂછવા લાગ્યા હતા. મેં મારા માતા-પિતાને સાધુની હરકતો બાબતેની હકીકતો જણાવી હતી. ત્યારબાદ મારા ભાઈ ત્યાં આવી ગયા હતા. તેણે મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો. 181ની મહિલા પોલીસ અને કાઉન્સેલરને મારી આપવીતી જણાવતા તેઓ મને અને માતા-પિતાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
2/7
સાધુએ પૈસા આપવાની વાત કરીને મને એક રૂમમાં લઈ ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરી મારી સાથે બળજબરી કરી. મારી સાથે બદકામ કરી આ વાત કોઈને કરશે તો સમાજમાં તારી બદનામી કરી નાંખીશ, એવી ચિમકી આપી હતી. સાધુએ મને પૈસા પણ ન આપ્યા. બીજીવાર આવીશ ત્યારે તને ઓપરેશનના પૈસા આપીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. અઠવાડિયા પછી સાધુનો મારી ઉપર ફોન આવેલો. પૈસા લેવા માટે મંદિરે આવવાનું જણાવ્યું હતું.
3/7
જહાંગીરપુરામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)એ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા કરુણસ્વરૂપ સ્વામી સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું ડભોલી ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ મંદિરે બપોરના સમયે ગઈ હતી. ત્યારે મને એક સાધુ મળ્યો. તેણે કહ્યું કે મેં જ તમારી સાથે ટેલિફોન પર પૈસાની વાત કરી હતી.
4/7
નોંધનીય છે કે, યુવતીને પૈસાની લાલચ આપીને બે-બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીની ફરિયાદને આધારે પોલીસે સાધુની ધરપકડ કરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાધુએ બળાત્કાર ગુજાર્યા પછી કોઈને કહેશે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, બળાત્કાર ગુજાર્યા પછી પૈસા પણ આપ્યા નહોતા.
5/7
મળતી માહિતી અનુસાર, સુરતના ડાભોલીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત પર રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના સામે આવ્યા બાદ લોકો સંત ફીટકાર વરસાવી રહ્યા હતા, પરંતુ આજે હાઈકોર્ટમાં યુવતીએ જાતે હાજર રહી કહ્યું કે, મે આવેશમાં આવીને ફરિયાદ કરી હતી તેવું જણાવતા હાઈકોર્ટે સાધુ સામેની દુષ્કર્મની ફરિયાદ રદ કરી છે. તમને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ મંદિરના મહંત પર દુષ્કર્મની ફરિયાદ થયા બાદ સાધુએ આ ફરિયાદ જુઠી હોવાનું જણાવી હાઈકોર્ટમાં તેને રદ કરવા અરજી કરી હતી.
6/7
હું 23મી તારીખે મમ્મી-પપ્પા સાથે ડભોલી આવી હતી. મેં મારી માતાને કહેલ કે મારે થોડું કામ પતાવી આવું છું. એમ કહી હું ડભોલી સ્વામીનારાયણ મંદિરે ગઈ. તે વખતે સાધુ મને એક રૂમમાં લઈ ગયા. રૂમનો દરવાજો બંધ કરી સાધુએ મારી સાથે બળજબરી કરી. ફરી તારી બદનામી કરી નાંખીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. હું મંદિરમાંથી નીકળીને ડભોલી ચાર રસ્તા પાસે આવી હતી.
7/7
સુરતઃ શહેરના ડભોલી સ્વામિનારાયણ સંત પર કરવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદમાં મોટો વળાંક આવ્યો છે. યુવતીએ હાઈકોર્ટમાં હાજર રહી સમાધાન કરતા કોર્ટે ફરિયાદ રદ કરવાનો આદેશ આપ્યો છે.