શોધખોળ કરો
સુરતઃ યુવતી પર બળાત્કારના કેસમાં સ્વામીનારાયણ સાધુની પોલીસે કરી ધરપકડ
1/5

સુરતઃ કતારગામમાં 20 વર્ષીય યુવતીની બળાત્કારની ફરિયાદને આધારે પોલીસે 24 વર્ષીય સ્વામીનારાયણ સાધૂ તારણ સ્વામીની ધરપકડ કરી છે અને તેમને મેડિકલ પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા છે. યુવતીએ બળાત્કારની ફરિયાદ કર્યા પછી ગઈ કાલે રાત્રે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું.
2/5

યુવતીની ફરિયાદ છે કે, ડભોલા સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતાં તારણ સ્વામીએ યુવતીને સ્ટોરરૂમમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી પર પંદર દિવસ પહેલા અને પછી મંગળવારે બપોરે બીજીવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીને તારણસ્વામીએ સ્ટોરરૂમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.
Published at : 24 Oct 2018 12:02 PM (IST)
View More





















