આ અંગેની વિગતો એવી છે કે, સુરત પોલીસ હેડક્વાર્ટરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભાવેશ સોસા સામે એક મહિલાએ બળાત્કારની ફરિયાદ કરી છે. મહિલાની ફરિયાદ છે કે, તે પોતાના પતિથી અલગ રહે છે. ત્યારે ભાવેશે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં, લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
2/3
જોકે, હવે પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશે લગ્નનો ઇનકાર કરતાં મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ચોક બજાર પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
3/3
સુરતઃ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સામે પતિથી અલગ રહેતી મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પીએસઆઇએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.