બંને યુવકો મહેશને ધમકાવી રહ્યા હતા અને પૈસાની માગણી કરતાં હતા, પરંતુ મહેશ તાબે ન થતાં યુવકોએ બંદૂક કાઢી અને મહેશના લમણે મૂકી દીધી. આ પછી મહેશને ધમકાવીને તેમણે કારમાંથી નીચે ઉતારી દીધો અને આ પછી યુવતી અને બંને યુવકો મહેશની સ્વિફ્ટ ડિઝાયરને નાસી ગયા.
2/4
બારડોલી તાલુકાના ઇસરોલી ગામના યુવકે આ અંગે બારડોલી પોસીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. મહેશે ગુનો નોંધાવતા પોલીસે આ યુવતી અને બે યુવકો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
3/4
સુરતઃ સુરતમાં એક યુવક સાથે એવી ઘટના બની છે, જે વાંચીને થોડીવાર માટે તમારું હૃદય ધબકારા ચૂકી જશે. વાત એવી છે કે, મહેશ(નામ બદલ્યું છે) ગઈ કાલે પોતાની સ્વિફ્ટ ડિઝાયર કારમાં બેસીને કડોદરા હાઈ-વે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક યુવતીએ તેની પાસે લિફ્ટ માગી. તેની સાથે અન્ય બે યુવકો પણ હતા. મહેશે માનવતાના ધોરણે ત્રણેયને લિફ્ટ આપતાં યુવતી અને બે યુવકો કારમાં બેસી ગયા. જોકે, મહેશને ખબર નહોતી કે, તેની સાથે આજે એવું થવાનું છે, જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય.
4/4
સ્વિફ્ટ ડિઝાયર કારે જેવી ગતિ પકડી કે કારમાં બેસેલી યુવતી અને બે યુવકોએ પોત પ્રકાશ્યું. યુવતીએ મહેશ પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂક્યો. બીજી તરફ બંને યુવકોએ પણ તેને ધમકાવવાનું શરૂ કર્યું અને પોતાને પોલીસના માણસો બતાવીને મહેશ પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી. મહેશ એકવાર તો ડરી ગયો, પરંતુ તેણે આ ત્રણેયને માત ન આપી અને પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી.