શોધખોળ કરો
સુરતઃ જમીન દલાલે પોતાની ઓફિસમાં કર્યો આપઘાત, શું લખ્યું છે સૂસાઇડ નોટમાં?
1/4

રમેશ વાઘેલાએ કરેલા આપઘાત પાછળ તેમણે ભાગમાં લીધેલી જમીન કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. તે માટે હરિશ નામના ફાયનાન્સર પાસેથી 5 કરોડ રૂપિયા લીધા હતાં. પરંતુ તેમાં વિવાદ થયો હોવાનું મિત્ર વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. તેમણે લખેલી ચિઠ્ઠી પણ મળી હતી. તેમાં ફાઇનાન્સર પાસેથી 12 કરોડ રૂપિયા લીધા હતાં અને 7 કરોડ પરત કર્યા હતાં, પરંતુ 5 કરોડ અંગેનો લોચો પડ્યો હતો. તેથી છેલ્લા ઘણાં દિવસોથી રમેશ વાઘેલા પરેશાન રહેતો હતો.
2/4

આ અંગે જાણ થતાં અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આકસ્મિક મોત મુજબની નોંધ કરી હતી. રમેશભાઈની પત્ની બીમાર હોવાથી માત્ર મિત્ર વર્તુળ, સંબંધીઓ જ સ્મીમેર હોસ્પિટલ ખાતે હાજર હતાં. રમેશના પિતા ભાવનગર વતન હોવાથી રમેશની લાશને વતન મોકલવામાં આવી હતી.
Published at : 27 Sep 2016 09:44 AM (IST)
View More




















