વલસાડઃ અટકપારડી ખાતે વાંકીનદીના પુલ પાસે રહેતા દંપતીની રવિવારે રાતે છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. તિથલ સ્વામિનારાયણ મંદિરેથી સત્સંગની સભા પૂરી કરી ઘરે પરત ફરેલા દંપતીની ઘરના દરવાજા પાસે જ હત્યા કરી નાંખી હતી. ત્યારે આ હત્યા કેસમાં મૃતકના નાના ભાઈ સામે જ શંકા ઊભી થઈ છે.
2/7
આ અંગેની વિગતો એવી છે કે, વાંકી નદીના કિનારે આવેલા એકલ ફળિયામાં કિરણભાઈ બાબુભાઈ પટેલ પત્ની, પિતા બાબુભાઈ, માતા રમીલાબેન, પત્ની જાગૃતિ, દીકરી આસ્થા અને ભત્રીજા હેમિત સાથે રહે છે. બાબુભઆઈ કરિયાણાની દુકાન ચલાવે છે, જ્યારે જાગૃતિબેન બ્યુટીપાર્લર ચલાવે છે. જ્યારે બાબુભાઈનો નાનો દીકરો સતિષ પત્ની સાથે સાસરીમાં રહે છે.
3/7
પરંતુ હવે વૃદ્ધ માતા-પિતાના માથે આ દીકરીની જવાબદારી આવી પડી છે. હવે મૃતક કિરણના પિતા બાબુભાઈએ આ ડબલ મર્ડર કેસમાં શંકાની સોય નાના દીકરા સતિષ પર વ્યક્ત કરી છે. ત્યારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
4/7
લોહીથી લથબથ કિરણ અને જાગૃતિને જોતા પરિવારજનો હેબતાઇ ગયા હતા અને સરપંચને બોલાવી 108ને જાણ કરી હતી અને પોલીસ પણ બોલાવી હતી. જોકે, તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. દીકરીને અભ્યાસ કરવાનો હોવાથી ઘરે જ રહી હોવાથી તેનો જીવ બચી ગયો હતો.
5/7
સતિષ છેલ્લા 6 માસથી અમારી મિલકતમાં ભાગ પાડવા વારંવાર તકરાર કરતો હતો. આ મનદુ:ખને કારણે કિરણ-જાગૃતિની હત્યા કરાઈ હોવાની શંકા પિતા બાબુભાઇએ વ્યક્ત કરી છે. તેમણે તપાસ કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે.
6/7
સતિષે થોડા સમય અગાઉ રોણવેલ ગામે પોલ્ટ્રીફાર્મ પણ શરૂ કર્યું હતું. જોકે, દોઢ-બે વર્ષ ચાલ્યા બાદ બંધ કરી દેવાયું હતું. આ પછી સાસરે નાનાવાઘછીપા પત્ની સાથે રહેવા ચાલી ગયો હતો. પરંતુ તેમનો દીકરો દાદા-દાદી સાથે રહેતો હતો.
7/7
રવિવારે દંપતી બાઇક લઈને સ્વામિનારાયણ મંદિરે સત્સંગમાં ગયું હતું. દીકરીને અભ્યાસ કરવાનો હોવાથી તે સાથે ગઈ નહોતી. ત્યારે સભા પૂરી કરી રાતે 9.30 વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફર્યા હતા. જોકે, આ સમયે જ કેટલાક શખ્સો દ્વારા તેમના પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જાગૃતિબેને બૂમાબૂમ કરતાં ઘરમાં ટીવી જોઇ રહેલા પરિવારજનો દોડી આવ્યા હતા. બીજી તરફ હત્યારાઓ બંનેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.