લોકઅપની અંદર અલ્પેશ કથિરીયાએ એસીપી પરમાર અને એક પીએસઆઈને મા-બહેનને લગતી ગાળો ભાંડી હતી. અલ્પેશ એટલો ઉગ્ર બની ગયો હતો કે પોલીસ સ્ટેશન બહાર સાંભળી શકાય એટલા મોટા અવાજે ગાળો ભાંડી રહ્યો હતો.
2/4
વરાછા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશે હાજર એસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગેરવર્તન કરી તેમને ગંદી ગાળો ભાંડી હતી. અલ્પેશના લોકઅપનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં અલ્પેશે અધિકારીઓને જે ગાળો ભાંડી હતી.
3/4
પોલીસ સ્ટેશનમાં બબાલ અને અધિકારીઓને ધમકી આપવાના ગુનામાં પોલીસે અલ્પેશની ધરપકડ કરીને તેની બોચી પકડીને જેલમાં પૂરી દીધો હતો. જોકે જેલમાં અલ્પેશ કથિરીયાએ હાજર અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓને બેફામ ગાંળો ભાંડી હતી. એટલું જ નહીં જેલમાં રહેલા અલ્પેશે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં અને બૂમાબૂમ કરી હતી.
4/4
સુરત: પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં સુરતના વરાછા પોલીસે પાસ નેતા તેમજ કન્વિનર અલ્પેશ કથિરીયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. અલ્પેશ કથિરીયાની ગાડીને પોલીસે ક્રેન પર ચડાવતા જ બબાલ શરૂ થઈ હતી. ત્યાર બાદ પોલીસ ઈન્સ્પેક્ટરે અલ્પેશને લાફો માર્યા હતો તેવો એલ્પશે આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ અલ્પેશની અટકાયત કરીને વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.