શોધખોળ કરો

6G Network : જાણો શું છે 6G ટેક્નોલોજી? 5G કરતા કેટલી ફાસ્ટ? ભારતમાં ક્યારે?

6G નેટવર્ક સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવવા માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 6G એલાયન્સ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર વર્ષ 2030 સુધીમાં દેશમાં 6G નેટવર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

6G Network Benefits Impact and All : ભારતમાં 5G નેટવર્ક હજી પોતાની જાતને સંપૂર્ણ રીતે સ્થાપિત કરી શક્યું નથી કે દેશમાં 6G નેટવર્કનો બઝ શરૂ થઈ ગયો છે. ભારતમાં 6G નેટવર્ક સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવવા માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 6G એલાયન્સ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર વર્ષ 2030 સુધીમાં દેશમાં 6G નેટવર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

નેક્સ્ટ જનરેશન સાથે નેટવર્કનું ફોકસ બદલાય

કોમ્યુનિકેશન ટેકનોલોજીની દરેક પેઢી સાથે નેટવર્કનું ધ્યાન બદલાય છે. નોકિયાની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 2G અને 3Gનો યુગ અવાજ અને ટેક્સ્ટ દ્વારા માનવ-થી-માનવ સંચાર પર કેન્દ્રિત હતો. 4G એ ડેટાના જંગી વપરાશમાં મૂળભૂત પરિવર્તનની શરૂઆત કરી છે. જ્યારે 5Gએ તેનું ધ્યાન ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને ઔદ્યોગિક ઓટોમેશન સિસ્ટમ્સને કનેક્ટ કરવા તરફ વાળ્યું છે.

6g ટેકનોલોજી શું છે?

6G ટેક્નોલોજી ખૂબ જ સ્માર્ટ અને ફાસ્ટ ટેક્નોલોજી હશે. આ મોબાઈલ કોમ્યુનિકેશનમાં 5G ટેકનોલોજીની નેક્સ્ટ જનરેશન છે. 6G કોમ્યુનિકેશન નેટવર્કની ડિઝાઇનની રીતને બદલશે. 6G નેટવર્ક્સ ટ્રાફિકમાં જંગી વૃદ્ધિ અને ઉપકરણો અને બજારોની વધતી જતી સંખ્યાને સક્ષમ બનાવશે. જ્યારે કામગીરી, ઊર્જા કાર્યક્ષમતા અને મજબૂત સુરક્ષાના સંદર્ભમાં શ્રેષ્ઠ સંભવિત ધોરણોને પૂર્ણ કરશે. દુનિયામાં સૌપ્રથમ 6જી નેટવર્ક સાઉથ કોરિયામાં શરૂ કરવામાં આવ્યું છે એમ કહેવાય છે.  

કયું નેટવર્ક ક્યારે

2G - 1992

3G - 2001

4G - 2009

5G - 2019

6G - 2030 (અંદાજિત)

6G નેટવર્કના ફાયદા

તમે અત્યારે જે પણ નેટવર્ક કનેક્શનનો ઉપયોગ કરો છો, તે 6G નેટવર્ક પર વધુ સારું રહેશે. નોકિયાની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 5G દ્વારા લાવવામાં આવેલ દરેક સુધારણા 6G નેટવર્ક (6G ટેક્નોલોજી) પર વધુ સારા, અદ્યતન વેરિઅન્ટના રૂપમાં દેખાશે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી એટલે કે 6G કદાચ 5G કરતા 100 ગણી ઝડપી હશે. 6G તે તમામ ક્ષેત્રોને વધુ મજબૂત રીતે સમર્થન આપવાનું ચાલુ રાખશે. સાથે સાથે હજુ પણ વધુ બેન્ડવિડ્થ પ્રદાન કરશે, જે આખરે નવીનતાને વધુ આગળ વધારશે. 

નોકિયા અનુસાર, સ્માર્ટફોન 6G યુગમાં એક મુખ્ય ઉપકરણ બની રહેશે. 6G નેટવર્ક્સ નવા માનવ-મશીન ઇન્ટરફેસ માહિતીનો વપરાશ અને નિયંત્રણ કરવાનું વધુ અનુકૂળ બનાવશે. ટચસ્ક્રીન ટાઇપિંગ ધીમે ધીમે હાવભાવ અને અવાજ નિયંત્રણ દ્વારા બદલવામાં આવશે. ઉપકરણો કપડાંમાં જડિત થઈ જશે અને ત્વચાના પેચમાં પણ ફેરવાઈ જશે.

ટોપ સ્ટોરી

GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Embed widget