Aadhaar Update: મફતમાં આધાર અપડેટ કરવાના માત્ર આટલા દિવસ બાકી, ઝડપથી કરો આ કામ
આધારકાર્ડ કોઈપણ સરકારી કામમાં માંગવામાં આવે છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈ કોઈપણ સરકારી નોકરીમાં પ પૂરાવા તરીકે આધારકાર્ડની જરુર પડે છે.

Free Aadhaar Card Update: આધારકાર્ડ કોઈપણ સરકારી કામમાં માંગવામાં આવે છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈ કોઈપણ સરકારી નોકરીમાં પ પૂરાવા તરીકે આધારકાર્ડની જરુર પડે છે. આધાર કાર્ડ આપણું ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે. આધારધારકો માટે તેમના આધારને અપડેટ કરવાની આ એક સુવર્ણ તક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) 14 જૂન 2025 સુધી કોઈપણ ચાર્જ વગર એટલે કે મફતમાં આધાર કાર્ડના ઓનલાઈન અપડેટની સુવિધા પૂરી પાડી રહી છે. જો તમે પણ તમારા આધારકાર્ડમાં કોઈપણ અપડેટ કરવા માંગતા હોય તો તમારી પાસે હવે માત્ર 14 દિવસ બાકી છે.
આધાર અપડેટ શા માટે જરૂરી છે ?
UIDAI ના નોંધણી અને અપડેટ નિયમો, 2016 મુજબ, દરેક આધાર કાર્ડ ધારકે દર 10 વર્ષે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો અપડેટ કરવો જરૂરી છે. આનાથી સરકારી લાભો, બેંકિંગ સેવાઓ અને KYC પ્રક્રિયાઓમાં કોઈ સમસ્યા થતી નથી.
તમે તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકો છો. આધાર સાથે જોડાયેલો નંબર બંધ થઈ જાય અથવા સિમ ગુમ થઈ જાય તો ઘણા તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં નવો મોબાઇલ નંબર આધાર સાથે લિંક કરાવવો આવશ્યક બની જાય છે. તમે તમારા આધારમાં કોઈપણ સુધારા કરી શકો છો.
શું બધું અપડેટ કરી શકાય છે ?
આધાર કાર્ડ ધારકો નીચેની વિગતો ઓનલાઇન મફતમાં અપડેટ કરી શકે છે: નામ, જન્મ તારીખ (નિયમો મુજબ); સરનામું; લિંગ; ભાષા પસંદગી. જોકે, બાયોમેટ્રિક અપડેટ (ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન, ફોટો) માટે તમારે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.
ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું?
માયઆધાર વેબસાઇટની મુલાકાત લો
આધાર નંબર અને OTP વડે લોગિન કરો
"ડોક્યુમેન્ટ અપડેટ" વિકલ્પ પસંદ કરો.
માન્ય PoI અને PoA દસ્તાવેજો અપલોડ કરો (JPEG/PNG/PDF, મહત્તમ 2MB)
સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) વડે અપડેટ્સ સબમિટ કરો અને ટ્રેક કરો.
ટૂંક સમયમાં અપડેટ કરો, સમયમર્યાદા ચૂકશો નહીં
જો તમારું આધાર અપડેટ ન થયું હોય, તો 14 જૂન પહેલા તેને મફતમાં અપડેટ કરવાનું ભૂલશો નહીં. આ સુવિધા મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ છે, તેથી તમારા દસ્તાવેજો સમયસર અપડેટ કરીને સરકારી સેવાઓ અને બેંકિંગ કામગીરીમાં અસુવિધાઓ ટાળો.





















