શોધખોળ કરો

AC Blast: દિલ્લી બિલ્ડિંગમાં ભીષણ આગનું કારણ બન્યું AC, જાણો બ્લાસ્ટના કારણ અને બચાવના ઉપાય

AC Blast: દિલ્હીમાં એસી બ્લાસ્ટ થવાથી એક બાળક સહિત નવ લોકોના મોત થયા છે. આવા અકસ્માતો ટાળવા માટે, એસી બ્લાસ્ટના કારણો અને નિવારણ પદ્ધતિઓ સમજવી મહત્વપૂર્ણ છે.

AC Blast:દિલ્હીના Vivek Vihar વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના મોત થયા છે તો અનેક લોકો  દાઝી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે, રહેણાંક બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ACમાં બ્લાસ્ટ થવાને કારણે આ આગ લાગી હતી. ગરમીનો સીઝન શરૂ થતા હવે ACનો ઉપયોગ વધ્યો છે. દર વર્ષે આવી કેટલીક ઘટનાઓ સામે આવે છે, જેમાં ACમાં આગ લાગવાથી મોટું નુકસાન થાય છે. જો તમે ACનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે ACમાં બ્લાસ્ટ કયા કારણોસર થઈ શકે છે અને તેમાંથી બચવા માટે કયા ઉપાયો અપનાવી શકાય.

AC Blast ના કારણો શું હોઇ શકે છે ?

ઓવરયૂઝ (વધારે ઉપયોગ) – ઉનાળામાં ઘણા સ્થળોએ તાપમાન 50 ડિગ્રીથી પણ વધુ પહોંચી જાય છે. આવી તીવ્ર ગરમીથી રાહત મેળવવા માટે લોકો ACનો સતત ઉપયોગ કરે છે. ઘણી વાર AC દિવસ-રાત બંધ કર્યા વગર ચાલતો રહે છે. તેના કારણે કમ્પ્રેસર પર અસર પડે છે અને ઓવરહીટ થવાનો ખતરો વધે છે. કમ્પ્રેસર ઓવરહીટ થવાથી અને અતિશય ગરમીને કારણે તેમાં આગ લાગવાનો ખતરો રહે છે.

ગેસ લીક – ગેસ લીક થવાના કારણે પણ ACમાં આગ લાગી શકે છે. હકીકતમાં, કૂલિંગ માટે ACમાં રેફ્રિજરન્ટ ગેસનો ઉપયોગ થાય છે. અનેક કારણોસર આ ગેસ લીક થઈ શકે છે. ગેસ લીક થવાથી AC યોગ્ય રીતે કૂલિંગ નથી કરતી, જેના કારણે તેના અન્ય ભાગો પર લોડ વધે છે. આથી ઓવરહીટિંગ થઈ શકે છે અને આગ લાગવાનો ખતરો રહે છે. ઉપરાંત, ગેસ લીક થઈને કોઈ સ્પાર્ક અથવા ચીંગારીના સંપર્કમાં આવે તો AC બ્લાસ્ટ પણ થઈ શકે છે.

વોલ્ટેજ ઉપર-નીચે થવું – જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં વોલ્ટેજમાં ફેરફાર થતો રહે છે, તો સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. તેના વગર વોલ્ટેજ ફ્લકચ્યુએશનના કારણે ACના કમ્પ્રેસર અને અન્ય ભાગોને નુકસાન થઈ શકે છે. ઘણી વખત આ કારણે AC પર લોડ વધે છે, જે બ્લાસ્ટનું કારણ બની શકે છે.

આ પણ વાંચો:દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા

બચાવના ઉપાય

એર કંડિશનરને લાંબા સમય સુધી સતત રાખવાનું ટાળવું જોઈએ.

એર કંડિશનરની નિયમિત સેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ગેસ લીક ​​થાય છે, તો તેને રિપેર કરાવો અને ખામીયુક્ત ભાગો બદલો.

જો તમારા વિસ્તારમાં વોલ્ટેજની સમસ્યા હોય, તો સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો.

હંમેશા તમારા એર કંડિશનરને કોઈ વ્યાવસાયિક દ્વારા ઇન્સ્ટોલ અને સર્વિસ કરાવો.

જો એર કંડિશનરમાં ગેસ લીક ​​થાય છે, તો તેનો ઉપયોગ કરશો નહીં અને તેને તાત્કાલિક રિપેર કરાવો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Google Mapsનો માસ્ટરસ્ટ્રૉક, ભારતના કરોડો યૂઝર્સ માટે આવ્યા આ 6 નવા ફિચર્સ, જાણી લો શું બદલાયું
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
Smartphone Camera: શું તમે જાણો છો સ્માર્ટફોનમાં 3-4 કેમેરા કેમ હોય છે ? જાણી લો દરેકનું કામ
સ્માર્ટફોન વારંવાર થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી
સ્માર્ટફોન વારંવાર થઈ રહ્યો છે ગરમ? ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો વધી શકે છે મુશ્કેલી
BSNLની નવી ઓફર, 200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે 5000GB ડેટાનો લાભ
BSNLની નવી ઓફર, 200Mbpsની સ્પીડથી ચાલશે ઇન્ટરનેટ, મળશે 5000GB ડેટાનો લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget