શોધખોળ કરો

Jioએ યૂઝર્સને આપ્યો મોટો ઝાટકો, સસ્તી મોબાઈલ સેવાના હવે સપના જોવાના!

જિઓએ આ પહેલા કહ્યું હતું કે જિઓ નેટવર્ક પર આઉટગોઈંગ અને ઈનકમિંગ કૉલની સરેરાશ બીજા કરતા વધારે છે.

મુંબઇઃ ભારતમાં સસ્તી મોબાઇલ સેવાના દિવસો સમાપ્ત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વોડાફોન-આઇડિયા, ભારતી એરટેલ બાદ હવે રિલાયન્સ જીઓ પણ તેના ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. Jioએ તેના એક નિવેદનમાં જણાવ્યું કે, આગામી થોડાંક સપ્તાહમાં કંપની તેના ટેરિફમાં વધારો કરશે. નોંધનિય છે કે, એક દિવસ પહેલાં જ અન્ય બે હરિફ ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા અને એરટેલે 1લી ડિસેમ્બરથી તેના ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિઓના સબ્સક્રાઈબર ભલે વધારે હોય પણ કંપની સતત નુક્સાન કરી રહી છે. માર્કેટમાં પરફોર્મન્સ દર્શાવનાર એવરેજ રેવન્યુ પર કસ્ટમર (ARPU)ના મુદ્દે જિયા વૉડાફૉન આઈડિયા અને ભારતી એરટેલથી પણ પાછળ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ જિઓની એવરેજ રેવન્યુ પ્રતિ કસ્ટમર 3 ટકા ઘટીને 118 રૂપિયા થઈ ગઈ હતી. માર્કેટમાં સ્થિતિ વધારે સારી કરવા માટે જિઓએ પણ એરટેલ અને વૉડાફૉન-આઈડિયાની ઘોષણા બાદ પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરવાની ઘોષણા કરી છે. જિઓએ આ પહેલા કહ્યું હતું કે જિઓ નેટવર્ક પર આઉટગોઈંગ અને ઈનકમિંગ કૉલની સરેરાશ બીજા કરતા વધારે છે. એપ્રિલ 2017માં જ્યારે આઈયૂસી લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે જિઓની પાસે 90% આઉટગોઈંગ કોલ હતા અને ઈનકમિંગ કોલની સંખ્યા માત્ર 10% હતી. આ કારણે છે કે ટ્રાઈ BAK લાગુ કરવા માટે 31 ડિસેમ્બર, 2019ની ડેડલાઈન નક્કી કરવી પડી. તેવામાં કંપનીઓ માટે આઈયુસી ચાર્જ માર્કેટમાં સ્થિરતા લાવી શક્યા નથી અને ટેરિફ મોંઘા કરવા જરૂરી છે. રિલાયન્સ જિઓએ એક નિવેદમાં જણાવ્યું કે, જેવું કે મીડિયા રિપોર્ટમાં જણાવાય છે, અમે સમજીયે છીએ કે, ટ્રાઇ ટેલિકોમ ટેરિફ મામલે કન્સલ્ટેશન પ્રોસેસ શરૂ કરવાના છીએ. અન્ય ઓપરેટર્સની જેમ અમે પણ સરકારની સાથે કામ કરીશું અને નિયામકીય બંધારણને મજબૂત કરીશું જેથી ભારતીય ગ્રાહકોના ફાયદા માટે ટેલિકોમ ઉદ્યોગ સશક્ત અને સક્ષમ બની શકે. આગામી કેટલાક સપ્તાહોમાં અમે ટેરિફના રેટ વધારીશું. જો કે ક્યાં પ્લાનમાં કેટલાં રૂપિયા સુધીનું ટેરિફ વધારવામાં આવશે તે અંગે કંપનીએ કોઇ સ્પષ્ટ માહિતી આપી નથી. પણ રિલાયન્સ Jio બને તેટલું વહેલા તેના ટેરિફ વધારશે તે વાત સ્પષ્ટ છે.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget