શોધખોળ કરો
Advertisement
WhatsAppની દાદાગીરી સામે આવ્યા બાદ ધડાધડ ડાઉનલોડ થઈ રહી છે આ મેસેજિંગ એપ્લિકેશન
WhatsApp યૂઝર્સે એપની નવી ટર્મ અને પ્રાઈવેસી પોલિસી ટૂંકમાં જ સ્વીકારવી પડશે. કહેવાય છે કે જો તમે આ પ્રાઈવેસી પોલિસીને સ્વીકારશો નહીં તો WhatsAppનો ઉપયોગ નહીં કરી શકો.
વૉટ્સઅપ ફેબુ્રઆરી માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. એ મુજબ વૉટ્સઅપ પોતાનો ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત ન રાખવા માટે બદનામ છે. વૉટ્સઅપમાં પ્રાઈવસીનો અત્યાર સુધી ખાસ ઈસ્યુ નથી આવ્યો, પરંતુ વૉટ્સઅપ ડેટા ફેસબૂકને આપવા લાગે તો એ યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે. કેમ કે વારંવાર સાબિત થયું છે કે ફેસબૂકમાં ડેટા સલામત નથી રહેતો.
WhatsApp યૂઝર્સે એપની નવી ટર્મ અને પ્રાઈવેસી પોલિસી ટૂંકમાં જ સ્વીકારવી પડશે. કહેવાય છે કે જો તમે આ પ્રાઈવેસી પોલિસીને સ્વીકારશો નહીં તો WhatsAppનો ઉપયોગ નહીં કરી શકો. WABetaInfo અનુસાર WhatsApp 8 ફેબ્રુઆરી, 2021ના રોજ પોતાની ટર્મ્સ ઓફ સર્વિસ કોડ અપડેટ કરવા જઈ રહ્યું છે. જો WhatsApp યૂઝર્સ તેને સ્વીકારશે નહીં તો તે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકે.
WhatsAppની નવી પોલિસીમાં યૂઝર્સને જે લાઈસન્સ આપવામાં આવે છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અમારી સેવાઓને સંચાલિત કરવા માટે WhatsAppને જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર મોકલો છો અથવા મેળવો છે તેનો ઉપયોગ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે માટે વિશ્વભરમાં નોન એક્સક્લૂસિવ, રોયલ્ટી ફ્રી, સબ્સિસેંસેબલ અને ટ્રાન્સફરેબલ લાઈસન્સ આપવામાં આવે છે.
લોકપ્રિય એપ હોવાને કારણે લોકો વૉટ્સઅપની દાદાગીરી પણ ચલાવીને તેનો વપરાશ કરે છે. જોકે માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે. સિગ્નલ નામની એપ વૉટ્સઅપની માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વૉટ્સઅપના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે, યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરવાના.
સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વૉટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેબસૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વૉટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકએ સિગ્નલ ડાઉનલોડ કરવાની શરૂઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયુ હતુ. વૉટ્સઅપ વર્સિસ સિગ્નલનો ટ્વિટર પર જંગ શરૂ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement