WhatsApp AI ધમાલ, ચેટબૉટને પુછી શકશો કોઇપણ સવાલ, આવી રહ્યું છે AI Studio ફિચર
WhatsApp AI Studio Feature: વૉટ્સએપ પર એક પછી એક નવા ફિચર્સ આવતા રહે છે. કંપનીએ થોડા દિવસો પહેલા સર્ચ બારમાં Meta AI ઓફર કરવાનું શરૂ કર્યું હતું
WhatsApp AI Studio Feature: વૉટ્સએપ પર એક પછી એક નવા ફિચર્સ આવતા રહે છે. કંપનીએ થોડા દિવસો પહેલા સર્ચ બારમાં Meta AI ઓફર કરવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ કંપની આ ફિચરને સતત અપગ્રેડ કરવાનું વિચારી રહી છે. WABetaInfo ના અહેવાલ મુજબ, WhatsApp હવે તેના યૂઝર્સ માટે વધારાના ચેટબૉટ્સ સાથે AI સ્ટૂડિયો ફિચર રૉલ આઉટ કરવા જઈ રહ્યું છે.
વૉટ્સએપ પર દરેક ફિચરની જાણકારી આપતી WABetainfo એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ફિચરમાં દરેક પ્રકારના સવાલ માટે પર્સનલ ચેટબૉટ ઉપલબ્ધ હશે. કંપની આ અપડેટમાં પુનઃડિઝાઇન કરેલો વિભાગ પ્રદાન કરી રહી છે, જેમાં યૂઝર્સ મેટા અને તૃતીય પક્ષ નિર્માતાઓ તરફથી ઘણા મદદરૂપ અને મનોરંજક AIનું અન્વેષણ કરી શકે છે.
પોતાના ફેવરેટ AI ચેટબૉટને પુછો સવાલ
WABetainfo અનુસાર, આ ફિચર બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.24.15.10માં જોવામાં આવ્યું છે. વૉટ્સએપના આ ફિચરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપ બહારના ક્રિએટર્સને પોતાના AI ચેટબૉટ્સ બનાવવાની મંજૂરી આપી શકે છે. આ નવા ફિચર સાથે યૂઝરનો અનુભવ શાનદાર રહેવાનો છે કારણ કે આમાં યૂઝર્સ તેમના મનપસંદ ચેટબોટને વિવિધ પ્રકારના સવાલો પૂછી શકે છે.
મળતી માહિતી મુજબ, WhatsAppનું આ AI ફિચર ટૂંક સમયમાં જ રૉલઆઉટ થઈ શકે છે. બીટા ટેસ્ટિંગ થયા પછી જ કંપની વૈશ્વિક યૂઝર્સ માટે આ ફિચરનું સ્ટેબલ વર્ઝન રોલ આઉટ કરશે.