શોધખોળ કરો
Airtel vs Jio: એરટેલે ચાર વર્ષમાં પ્રથમ વખત જિઓને આ મામલે પછાડ્યું
કુલ મોબાઈલ કનેક્શનોની સંખ્યાના મામલે રિલાયન્સ જિઓ 40.41 કરોડ ગ્રાહકો સાથે ટોપ પર છે.
![Airtel vs Jio: એરટેલે ચાર વર્ષમાં પ્રથમ વખત જિઓને આ મામલે પછાડ્યું airtel pips jio in monthly mobile subscriber addition after 4 years Airtel vs Jio: એરટેલે ચાર વર્ષમાં પ્રથમ વખત જિઓને આ મામલે પછાડ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/13152325/airtel-jio.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતી એરટેલે માસિક યૂઝર્સની સંખ્યા વધારાના મામલે ચાર વર્ષમાં પ્રથમ વખત રિલાયન્સ જિઓને પાછળ છોડ્યું છે. ટ્રાઈ અનુસાર સપ્ટેમ્બરમાં એરટેલન નવા ગ્રાહોકની સંખ્યા જિઓ કરતાં વધારે વધી છે. સપ્ટેમ્બર 2016માં જિઓની શરૂઆત બાદથી જિઓ સતત માસિક આધારે મોબાઈલ ગ્રાહકોની સંખ્યાના વધારામાં આગળ રહી હતી. જિઓ જ્યારે પોતાનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારે તેના 1.59 કરોડ નવા ગ્રાહક બન્યા હતા.
વોડાફોન આઈડિયાના ગ્રાહકો ઘટ્યા
આંકડા અનુસાર સપ્ટેમ્બર, 2020માં ભારતી એરટેલ સાથે 37.7 લાખ નવા યૂઝર્સ જોડાયા. ત્યાર બાદ રિલાયન્સ જિઓ સાથે 14.6 લાખ અને બીએસએનલે 78,454 નવા ગ્રાહકો જોડ્યા છે. જ્યારે બીજી બાજુ આ જ સમાનગાળામાં વોડાફોન આઈડિયાના ગ્રાહોકની સંખ્યા 46.5 લાખ જેટલી ઘટી ગઈ છે. એમટીએનલે 5784 અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સે 1324 કનેક્શન ગુમાવ્યા છે.
કુલ મોબાઈલ કનેક્શનોની સંખ્યાના મામલે રિલાયન્સ જિઓ 40.41 કરોડ ગ્રાહકો સાથે ટોપ પર છે. ભારતી એરટેલ 32.66 કરોડ કનેક્શન સાથે બીજા સ્થાન પર, વોડાફોન આઈડિયા 29.54 કરોડ કનેક્શન સાથે ત્રીજા સ્થાન પર છે. બીએસએનલના કુલ કનેક્શનની સંખ્યા 11.88 કરોડ અને એમટીએનલના કનેક્શનની સંખ્યા 33.3 લાખ છે.
મોબાઈલ કનેક્શનની સંખ્યા ભારતમાં વધી
સપ્ટેમ્બરમાં દેશમાં કુલ ફોન ગ્રાહકોની સંખ્યા સામાન્ય વધીને 116.86 કરોડ પર પહોંચી ગઈ છે. ઓગસ્ટમાં આ આંકડો 116.78 કરોડનો હતો. તેવી જ રીતે કુલ મોબાઈલ કનેક્શનની સંખ્યા સપ્ટેમ્બરમાં વધીને 114.85 કરોડ થઈ ગઈ છે. ઓગસ્ટ 2020માં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 114.79 કરોડ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)