શોધખોળ કરો

WhatsApp Features: હવે વૉટ્સએપમાં આ રીતે ફટાફટ ડાઉનલૉડ કરો માર્કશીટ, PAN કાર્ડ, DL જેવા જરૂરી ડૉક્યૂમેન્ટ્સ

આ માટે તમારે વૉટ્સએપ પર MyGov ચેટબૉટનો ઉપયોગ કરતાં ડિજીલૉકરમાંથી જરૂરી ડૉક્યૂમેન્ટ્સ ડાઉનલૉડ કરવા પડશે.

Important Documents on WhatsApp: વૉટ્સએપ (WhatsApp) દુનિયાની સૌથી જાણીતી એપમાંની એક છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ હવે માત્ર ચેટિંગ પુરતો રહ્યો નથી. પરંતુ તે હવે ઓફિસ વર્ક કે અન્ય કામો માટે પણ જરૂરી બની ગઇ છે. આની પૉપ્યૂલારિટી વધવાનુ કારણ તેમાં આવી રહેલા અવનવા અને કામના ફિચર્સ છે. આ એપનો ઉપયોગ ચેટિંગ ઉપરાંત શૉપિંગ, ગ્રીવાન્સ રિડ્રેસલ જેવી વસ્તુઓ માટે પણ કરવામાં આવી રહ્યો છે. હવે તમે આનો ઉપયોગ રૂટિન વર્ક સાથે જોડાયેલા જરૂરી ડૉક્યૂમેન્ટ્સને ડાઉનલૉડ કરવા માટે પણ કરી શકો છો. 

આ ડૉક્યૂમેન્ટ્સને કરી શકો છો ડાઉનલૉડ - 
રિપોર્ટ્સ અનુસાર, તમે વૉટ્સએપ દ્વારા પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યૉરન્સ પૉલીસી ડૉક્યૂમેન્ટ, કૉવિડ વેક્સીન સર્ટિફિકેટ ઉપરાંત સીબીએસઇ 10મા અને 12માં ધોરણનુ રિઝલ્ટ અને સર્ટિફિકેટ પણ ડાઉનલૉડ કરી શકો છો. આ માટે તમારે વૉટ્સએપ પર MyGov ચેટબૉટનો ઉપયોગ કરતાં ડિજીલૉકરમાંથી જરૂરી ડૉક્યૂમેન્ટ્સ ડાઉનલૉડ કરવા પડશે. જોકે એક વાતનુ ધ્યાન રાખો કે આ ડાઉનલૉડ ત્યારે થઇ શકે છે જ્યારે તમે આને ડિજીલૉકર (Digilocker)માં પહેલાથી રાખી મુક્યા હોય. 

આ રીતે કરો ડાઉનલૉડ - 
જો તમે પહેલાથી જ ડિજીલૉકર પર છો, અને ત્યાં ડૉક્યૂમેન્ટ્સ રાખેલા છે, તો તમે વૉટ્સએપ પર નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરીને આસાનીથી જરૂરી ડૉક્યૂમેન્ટ્સ ડાઉનલૉડ કરી શકો છો.

સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 9013151515 મોબાઇલ નંબરને સેવ કરવો પડશે, આ નંબરને MyGov નામથી સેવ કરો. હવે વૉટ્સએપ ચેટ સેક્શન ખોલીને MyGovની ટેબ ઓપન કરો. અહીં Hi, Digilocker કે Namaste ટાઇપ કરીને સેન્ડ કરી દો. 
વૉટ્સએપ પર ડિજીલૉકર પહેલીવાર એક્સેસ કરી રહ્યાં છો, તે આધારથી એકવાર તેને ઓથેન્ટિક કરવુ પડશે.
આ પછી તમારી ચેટિંગ શરૂ થઇ જશે, અને તમને કેટલાય ઓપ્શન દેખાશે. હવે તમને જે ડૉક્યૂમેન્ટ્સ જોઇએ તેને સિલેક્ટ કરીને ડાઉનલૉડ કરી લો.

WhatsAppનું શાનદાર ફિચર, હવે ફોટો સેન્ડ કરતા પહેલા કરી શકશો બ્લર, આ રીતે કરી શકો છો યુઝ

WhatsApp વોટ્સએપ યુઝર ઈન્ટરફેસને સારુ બનાવવા માટે અપડેટ આપે છે. આ અપડેટ્સને સ્ટેબલ વર્ઝન પર રિલીઝ કરતા પહેલા તેનું બીટા વર્ઝન પર ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કે સ્ટેબલ વર્ઝન પર આવતા પહેલા કોઈપણ ફીચરનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવે છે. હાલમાં જ એપ પર એક નવું ફીચર જોવા મળ્યું છે.

ટૂંક સમયમાં તમે વોટ્સએપ પર ફોટો મોકલતી વખતે તેને બ્લર કરી શકશો. કંપની એક ડ્રોઈંગ ટૂલ પર કામ કરી રહી છે, જેની મદદથી તમે કોઈપણ ફોટો બ્લર કરી શકો છો. તેની મદદથી તમે ફોટોના કોઈપણ ભાગને સરળતાથી બ્લર કરી શકશો.

બીટા યુઝર્સને અપડેટ મળી રહ્યા છે

WhatsAppનું આ ફીચર હાલમાં બીટા તબક્કામાં છે અને WABetaInfoએ તેને સ્પોટ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં પબ્લિકેશને માહિતી આપી હતી કે WhatsApp આ ફીચર પર કામ કરી રહ્યું છે.જોકે, કંપનીએ હવે આ ફીચર બીટા યુઝર્સ માટે રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. આનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. આમાં યુઝર્સને કોઈપણ ફોટો શેર કરતી વખતે એડિટ કરવાનો વિકલ્પ મળશે.

અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ હશે

આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે આખો ફોટો અથવા ફોટાના કોઈપણ ભાગને બ્લર કરી શકો છો. વોટ્સએપે બે બ્લર ટૂલ્સનો વિકલ્પ આપ્યો છે. યુઝર્સ તેમની સુવિધા અનુસાર તેનો ઉપયોગ કરી શકશે. હાલમાં આ ફીચર બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને તેનું સ્ટેબલ વર્ઝન અપડેટ ક્યારે આવશે તે જાણી શકાયું નથી.

આ ઉપરાંત યુઝર્સએ તાજેતરમાં WhatsApp બીટા પર નવા અવતાર ફીચર્ડ પ્રોફાઇલ પિક્ચર વિકલ્પને જોયો છે. આ ફીચરની મદદથી યુઝર્સ WhatsApp પ્રોફાઇલ પિક્ચર પર પોતાનો અવતાર સેટ કરી શકશે. આ સાથે યુઝર્સને કેપ્શનનો ઓપ્શન પણ મળશે, જેની મદદથી યુઝર્સ કોઈપણ ડોક્યુમેન્ટ મોકલતા પહેલા તેના પર કેપ્શન લખી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget