શોધખોળ કરો
Advertisement
Amazon Fire TVના યૂઝર્સ હવે ભારતમાં જોઈ શકશે લાઈવ ટીવી ચેનલ્સ, સ્ટ્રીમિંગ પણ થશે એકદમ ફાસ્ટ
એમેઝન ફાયર ટીવીના યૂઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. તેના યૂઝર્સ હવે ભારતમાં લાઈવ ટીવી સ્ટ્રીમ કરી શકશે.
એમેઝન ફાયર ટીવીના યૂઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. તેના યૂઝર્સ હવે ભારતમાં લાઈવ ટીવી સ્ટ્રીમ કરી શકશે. એમેઝન યૂઝર્સ સુધી ચેનલ્સની પહોંચ સરળ બનાવવા માટે સ્ટ્રીમિંગ એપ્સમાં મળનારી લાઈવ ટીવી ચેનલ્સનું ઓપ્શન એક જ જગ્યા પર આપવામાં આવી રહ્યું છે.
તેની સાથે જ નેવિગેશન પેનલ પર આવનારા નવા લાઈવ ટેબ યૂઝર્સને ચેનલ ગાઈડ પણ ઉપલબ્ધ કરાવશે. તેનાથી યૂઝર્સને ખબર પડશે કે હાલમાં કયો શો ચાલે છે અને દિવસભર કયા કયા શો દેખાડવામાં આવશે. એમેઝન ફાયર ટીવીના વર્તમાન યૂઝર્સ માટે લાઈવ ટીવી સુવિધા આજથી શરૂ થઈ રહી છે. નવા યૂઝર્સ માટે આ સુવિધા આગામી અઠવાડિયામાં મળે તેવી સંભાવના છે.
એમેઝને શરૂઆતમાં Sony LIVE, વૂટ, Discovery+ અને NextG TV સાથે ભાગીદારી કરી હતી. તેમની ચેનલ લાઈવ ટેબની અંદર એક જ જગ્યા પર દેખાશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, તે જલ્દીજ Zee5 ના લાઈવ કન્ટેન્ટને પણ તે જગ્યા પર ભેગા કરશે.
આ સિવાય અમેઝન ફાયર ટીવીના ગ્રાહકો સોની સબ એચડી, કલર્સ એચડી, SET HD, Nick HD+, દંગલ, ડીડી, નેશનલ, MTV Beats HD, સોની બીબીસી અર્થ એચડી, મસ્તી ટીવી મ્યૂઝિક અને ડિસ્કવરી લાઈવ ચેનલ્સને જોઈ શકે છે. ફાયર ટીવીમાં જલ્દી જ ઝી ટીવી, ઝી સિનેમાં અને ઝી ન્યૂઝને પણ સામેલ કરી શકે છે.
નવી લાઈવ ટેબ ટીવી ચેનલોને જોવા માટે અલગ અલગ એપની આવશ્યક્તાને સમાપ્ત કરી દેશે. તે સિવાય ફાયર ટીવી યૂઝર્સને હોમ સ્ક્રીન પર એક નવી ઓન નાઉ ટેબ પણ મળી રહી છે. તેનાથી સબ્સક્રાઈબ કરેલા એપ્સને પણ તમામ લાઈવ કન્ટેન્ટને સર્ચ , બ્રાઉઝ અને એક્સેસ કરવું સરળ બની જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement