શોધખોળ કરો

Alert: એન્ડ્રોઇડ ફોનમાં સ્પાયવેરનો ખતરો, આ 100થી વધુ એપ્સમાંથી નીકળ્યો, તમારા ફોનમાં તો નથી ને ?

રિસર્ચ્સે જણાવ્યું હતું કે, આ સ્પાયવેર એક જાહેરાત SDK તરીકે છૂપાયેલું હતું જે યૂઝર્સને સામાન્ય લાગતું હતું અને યૂઝર્સને આકર્ષવા માટે દરરોજ મિનિગેમ્સ ઓફર કરે છે

Android Apps affected by SpinOk Malware: આજકાલ સાયબર ક્રાઇમની ઘટનાઓમાં જોરદાર વધારો નોંધાઇ રહ્યો છે, દિવસેને દિવસે લોકો આનો વધુને વધુ ભોગ બની રહ્યાં છે. માલવેર એટેક વધી રહ્યા છે. હેકર્સ લોકોનો ડેટા ચોરવા માટે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ રીતે માલવેર છુપાવે છે. એપ્સ હોય કે વેબસાઇટ, આજકાલ માલવેર એટેક બધે જ થઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે ગૂગલ પ્લે સ્ટૉર પર 100થી વધુ એપ્સમાં ખતરનાક માલવેર મળી આવ્યો છે, જે લોકોનો પર્સનલ ડેટા ચોરીને તેને રિમૉટ સર્વર પર મોકલી રહ્યાં છે. ડૉ. વેબના સિક્યૂરિટી રિસર્ચર્સએ બ્લીપિંગ કૉમ્પ્યુટરના સહયોગથી SpinOk સ્પાયવેર સાથે 101 એન્ડ્રોઇડ એપ્સને ઓળખી કાઢી છે. સૌથી ખરાબ સમાચાર એ છે કે આ તમામ એપ્સ 400 મિલિયનથી વધુવાર ડાઉનલૉડ કરવામાં આવી છે. મતલબ કે હેકર્સ લાંબા સમયથી આ લોકોનો ડેટા ચોરી કરી રહ્યાં હતા. 

રિસર્ચ્સે જણાવ્યું હતું કે, આ સ્પાયવેર એક જાહેરાત SDK તરીકે છૂપાયેલું હતું જે યૂઝર્સને સામાન્ય લાગતું હતું અને યૂઝર્સને આકર્ષવા માટે દરરોજ મિનિગેમ્સ ઓફર કરે છે, જેથી તેઓ એપ્લિકેશન પર રહે. એકવાર ડાઉનલૉડ થઈ ગયા પછી, આ માલવેર લોકોનો ડેટા ચોરતો હતો અને તેને રિમૉટ સર્વર્સ પર મોકલતો હતો જ્યાં હેકર્સ આ ડેટાને જોતા હતા. રિસર્ચર્સ આ અંગે કહ્યું કે દરેક એપમાં દુર્ભાગ્યપૂર્ણ કન્ટેન્ટના જુદાજુદા લેવલ હતા, જેમાંથી કેટલાકમાં હજુ પણ હાનિકારક સૉફ્ટવેર કે સ્પેશિફિક વર્ઝન છે અથવા કેટલીક એપ્સને દુર કરવામાં આવી છે. 

42 કરોડથી વધુ ડાઉનલૉડ - 
આ મુદ્દે સૌથી ખરાબ સમાચાર એ છે કે આ એપ્સને 42,12,90,300 વખત ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. એટલે કે, સાયબર ફ્રૉડ થઇ શકે છે કેમ કે જેમણે આ એપ્સ ડાઉનલૉડ કરી હતી તેમનો ડેટા હેકર્સ પાસે પહોંચી ચૂક્યો છે. જોકે, રિસર્ચર્સે આ વિશે ગૂગલને અપડેટ આપ્યું છે અને લોકોને ચેતવણી પણ આપી છે કે તેઓ આ એપ્સને તરત જ મોબાઈલમાંથી હટાવી દે, ડિલીટ કરી એ વધુ સારુ રહેશે. 

આ એપ્સને ફોનમાંથી તરતજ કરી દો ડિલીટ -

Noizz: વીડિયો એડિટર વિધ મ્યૂઝિક (100,000,000)
Zapya - ફાઇલ ટ્રાન્સફર એપ ( 100,000,000)
VFly: વીડિયો એડિટર અને મેકર (50,000,000)
MVBit - MV વીડિયો સ્ટેટસ મેકર (50,000,000)
Biugo - વીડિયો મેકર એન્ડ એડિટર ( 50,000,000)
Crazy Drop ( 10,000,000)
Cashzine અર્ન મની (10,000,000)
Fizzo Novel - રીડિંગ ઓફલાઇન (10,000,000)
CashEM: રિવૉર્ડ્સ (5,000,000)
Tick: વૉચ ટૂ અર્ન (5,000,000 )

એન્ડ્રૉઇડ એપ્સની સંપૂર્ણ યાદી જોવા માટે તમે drwebની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અમારી સલાહ છે કે તમે તમારા સ્માર્ટફોનમાં એન્ટીવાયરસ સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરો અને ફોનને અપ ટૂ ડેટ રાખો જેથી તમારો ડેટા હેક ન થાય.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget