શોધખોળ કરો

Earthquake Alert: ભૂકંપ આવતા પહેલા હવે મોબાઇલ આપશે આપને એલર્ટ, સેટિંગ્સમાં આ રીતે ઓન કરો ઓપ્શન

ગૂગલે કહ્યું કે, આ સિસ્ટમ આપના ફોનને એક મિની અર્થક્વેક ડિટેક્ટરમાં બદલી દેશે, ભૂકંપ એલર્ટ સિસ્ટમ ફોનમાં મોજૂદ એક્સેલેરોમીટરનો સિસ્મોગ્રાફની જેમ ઉપયોગ કરે છે.

Earthquake Alert: ગૂગલ ભૂકંપ એલર્ટ સિસ્ટમ  ઝડપથી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.  ટૂંક સમયમાં ભૂકંપ ચેતવણી સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ માટે ગૂગલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ સિસ્મોલોજી સેન્ટરની સલાહ લઈ રહ્યું છે.

ટૂંક સમયમાં તમારા મોબાઈલમાં એવી ટેક્નોલોજી હશે, જે તમને ભૂકંપ આવતા પહેલા એલર્ટ કરી દેશે. હકીકતમાં, ટેક જાયન્ટ ગૂગલે બુધવારે તેના એક બ્લોગમાં માહિતી આપી હતી કે, તે ટૂંક સમયમાં ભારતીય એન્ડ્રોઇડ યુઝર્સ ને ભૂકંપ ચેતવણી સિસ્ટમ પ્રદાન કરવા જઈ રહી છે અને તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ભારતના મોટા ભાગના રાજ્યો ભૂકંપ ઝોનમાં આવે છે અને ગીચ વસ્તીને કારણે જો અહીં જોરદાર ભૂકંપ આવે તો જાન-માલનું ઘણું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં ગૂગલનું ભૂકંપ એલર્ટ ફીચર ભારતીય એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. તો જાણીએ કે,  ગૂગલ આ ફીચરને એન્ડ્રોઇડ યુઝર્સ માટે ક્યારે રોલ આઉટ કરશે.  

આ સુવિધા ક્યારે શરૂ થશે?

ગૂગલ ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ભૂકંપ એલર્ટ સિસ્ટમ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ માટે ગૂગલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ સિસ્મોલોજી સેન્ટરની સલાહ લઈ રહ્યું છે. ગૂગલના બ્લોગ પોસ્ટ અનુસાર, આ ટેક્નોલોજી ભૂકંપ શરૂ થાય તે પહેલા ચેતવણી મોકલવાનું કામ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સેવા આગામી અઠવાડિયામાં એન્ડ્રોઇડ 5 અને તેના પછીના વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેવી રીતે ડિટેક્ટ કરશે સ્માર્ટફોન

ગૂગલે કહ્યું કે, આ સિસ્ટમ આપના ફોનને એક મિની અર્થક્વેક ડિટેક્ટરમાં બદલી દેશે, ભૂકંપ એલર્ટ સિસ્ટમ ફોનમાં મોજૂદ એક્સેલેરોમીટરનો સિસ્મોગ્રાફની જેમ ઉપયોગ કરે છે. જ્યારે કોઇ ફોન ચાર્જિગ પર લાગેલો ન હોય અને મૂવમેન્ટમાં ન હોય તો તે ભૂકંપના શરૂઆત લક્ષણો ઓળખીને સંકેત આપશે,  આ રીતે વધુ ફોન એક સાથે ભૂકંપના સંકેત આપશે તો ગૂગલ સર્વરને પણ તેની જાણ થઇ જશે.

Android Earthquake Alerts કેવી રીતે કરશો ઓન

  • ફોન સેટિંગ્સ પર જાઓ. પછી સેફ્ટી અને ઈમરજન્સી પર ટેપ કરો.
  • આ પછી Earthquake alerts  પર ટેપ કરો.
  • જો તમને Safety & emergency  વિકલ્પ ન દેખાય તો લોકેશન પર  ટેપ કરો અને Advanced  પર જાઓ. પછી Earthquake alerts  ચેતવણીઓ પર ટેપ કરો.
  • બાદ આ ઓપ્શનને ઓન કરી દો.

 

ટોપ સ્ટોરી

Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget