શોધખોળ કરો

Apple યૂઝર્સ માટે ખુશખબર, 24MPના બેસ્ટ સેલ્ફી કેમેરા સાથે લૉન્ચ થઇ શકે છે iPhone 17

એપલ દર વર્ષે નવી iPhone સીરીઝ લૉન્ચ કરે છે અને દર વર્ષે તે પોતાની નવી iPhone સીરીઝમાં કેટલાક ફેરફારો પણ કરે છે. હવે એપલ કંપની 2024માં iPhone 17 સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે

Apple iPhone 17 Series: એપલ દર વર્ષે નવી iPhone સીરીઝ લૉન્ચ કરે છે અને દર વર્ષે તે પોતાની નવી iPhone સીરીઝમાં કેટલાક ફેરફારો પણ કરે છે. હવે એપલ કંપની 2024માં iPhone 17 સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. આ સીરીઝમાં પણ ઘણાબધા મોટા ફેરફારોની અપેક્ષા છે.

આઇફોન 17 માં થશે મોટો ફેરફાર 
જો કે, તેમની વચ્ચે સૌથી મોટો ફેરફાર ફ્રન્ટ કેમેરામાં હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, iPhone 17માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 24MP ફ્રન્ટ કૅમેરા આપવામાં આવી શકે છે. જો આવું થાય છે તો iPhone યૂઝર્સ માટે આ એક મોટું અપડેટ હશે. 

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણાબધા સમયથી iPhoneના ફ્રન્ટ કેમેરામાં કોઈ મોટું અપડેટ કરવામાં આવી નથી. iPhone 14 અને iPhone 15 સીરીઝના સ્માર્ટફોનમાં 12MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો હતો, પરંતુ હવે કદાચ યૂઝર્સની ખૂબ લાંબી રાહનો અંત આવવાનો છે.

મળશે 24MPનો ફ્રન્ટ કેમેરો 
કુઓના એક રિપોર્ટ અનુસાર, તાઇવાનની એક કંપની iPhone 17 માટે નવી લેન્સ સિસ્ટમ બનાવવા માટે તૈયાર છે. આ નવી લેન્સ સિસ્ટમ હાલની લેન્સ સિસ્ટમ કરતાં લગભગ 100 ટકા વધુ મોંઘી હશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે જો iPhone 17 સીરીઝમાં 24MP ફ્રન્ટ કેમેરા હશે, તો તે ફોનની કિંમત ચોક્કસપણે ઘણી વધારે હશે.

આ રિપોર્ટ અનુસાર, 24MP ફ્રન્ટ કેમેરાની સાથે iPhone 17માં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પણ ઘણા ખાસ ફિચર્સ હોઈ શકે છે. જો આ ફોન સાથે લીધેલો ફોટો ક્રૉપ કરવામાં આવે તો પણ તેની ગુણવત્તા બગડે નહીં. હવે જોવાનું એ રહે છે કે એપલ કંપની તેના નવા iPhoneમાં 24MP ફ્રન્ટ કેમેરા આપે છે કે નહીં. આ સિવાય ફોનના રિયર કેમેરા સેટઅપમાં પણ ફેરફાર થઈ શકે છે. જો આ ફેરફારો થશે તો આવનારા નવા iPhoneની કિંમત પર પણ નજર રાખવી પડશે.

                                                                                                                                                                                                                          

ટોપ સ્ટોરી

15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Embed widget