Apple આજે લૉન્ચ કરી શકે છે આ બે સ્પેશ્યલ પ્રૉડક્ટ, મ્યૂઝિક એક્સપીરિયન્સને બનાવશે શાનદાર, જાણો ડિટેલ્સ.....
લ્યૂક મિયાનીએ AppleTrackમાં ડિટેલ શેર કરી છે, તેને એ પણ કહ્યુ છે કે કંપની મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ Apple Music HiFI મ્યૂઝિક ટિયરને પણ લૉન્ચ કરી શકે છે. આ એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે હશે,
નવી દિલ્હીઃ ટેક જાયન્ટ હવે પોતાના યૂઝર્સ માટે એક નવી પ્રૉડક્ટ્સ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. Apple AirPodsને લઇને છેલ્લા કેટલાય સમયથી અફવાઓ ચાલી રહી છે, હવે Apple 18 મે એટલે કે આજે એક ઇવેન્ટમાં આ પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી શકે છે. આની જાણકારી યુટ્યૂબર લ્યૂક મિયાનીએ આપી છે.
લ્યૂક મિયાનીએ AppleTrackમાં ડિટેલ શેર કરી છે, તેને એ પણ કહ્યુ છે કે કંપની મ્યૂઝિક સ્ટ્રીમિંગ એપ Apple Music HiFI મ્યૂઝિક ટિયરને પણ લૉન્ચ કરી શકે છે. આ એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે હશે, એ પણ કહેવામાં આવ્યુ છે કે નવો સ્ટ્રીમિંગ પ્લાન ડૉબ્લી એટમૉસ અને ડૉલ્બી ઓડિયોથી વધુ એડવાન્સ હશે અને લિસનિંગ એક્સપીરિયન્સ વધુ સારો બનાવશે.
2020માં Apple AirPods Maxને રિલીઝ કરવા જેવી હોઇ શકે છે ઇવેન્ટ......
રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, એપલ ખાસ કરીને મંગળવારે જ પ્રૉડક્ટને લૉન્ચ કરવામાં માને છે, એટલે 18 મેએ ઇવેન્ટ પણ આ જ કારણે હોઇ શકે છે. જેમ કે કંપની ડિસેમ્બર 2020માં Apple AirPods Maxને રિલીઝ કર્યુ હતુ. જુની એક લીક પ્રમાણે Apple AirPods 3માં AirPods Proની જેમ ડિઝાઇન હોઇ શકે છે. આમાં એક્ટિવ નૉડ્સ કેન્સિલેશન નહીં હોય. AirPods Proની તુલનામાં TWS ઇયરબર્ડસ ઇન્ટરચેન્જેબલ ટિપ્સ અને એક નાના ચાર્જિંગ કેસ સાથે આવી શકે છે.
અમેરિકામાં 10 ડૉલર હોઇ શકે છે સબ્સક્રિપ્શન ચાર્જ....
Apple Music HiFI કે હાઇ ફિડેલિટી ઓડિયોની અમેરિકામાં કિંમત 9.99 ડૉલર હોઇ શકે છે, જે કંપનીના સ્ટાન્ડર્ડ એપલ મ્યૂઝિલ સબ્સક્રિપ્શનના જેટલી છે. હાઇ ફિડેલિટી ઓડિયો ઇનઓડિયૉબલ નૉઇસ અને ડિસ્ટૉરેશન છે, અને આમાં હ્યૂમન હિયરિંગ રેન્જમાં ફ્લ ફ્રિક્વન્સી રિસ્પૉન્સ હોઇ શકે છે. આ સ્ટીરિયો ક્વૉલિટીથી અલગ છે, જે બે ચેનલોનો ઉપયોગ કરવાવાળી ધ્વનિને રેકોર્ડ કે રિપ્રૉડ્યૂસ કરે છે.
હાઇ-ફાઇ ઓડિયોને અન્ય ફોર્મેટથી બેસ્ટ માનવામાં આવે છે, હાલ એપલ મ્યૂઝિલમાં આ હાઇ રિઝૉલ્યૂશન ઓડિયો ટિયર નથી. Spotifyએ તાજેતરમાં જ પોતાના પ્રીમિયમ હાઇ-ફાઇ ટિયરની જાહેરાત કરી છે, જેમાં યૂઝર્સને મ્યૂઝિક સાંભળવાથી વધુ ડેપ્થ અને ક્લિયારિટી મળી શકે.