Apple અને OpenAIની પાર્ટનરશીપ થતાં એલન મસ્ક ભડક્યાં, બોલ્યા- બેન કરી દઇશ એપલ ડિવાઇસ
Elon Musk declares ban on Apple devices in his companies: Apple અને ChatGPT નિર્માતા OpenAI વચ્ચેની પાર્ટનરશીપ બાદ ટેસ્લાના CEO અને X માલિક એલન મસ્કએ મોટી જાહેરાત કરી છે
Elon Musk declares ban on Apple devices in his companies: Apple અને ChatGPT નિર્માતા OpenAI વચ્ચેની પાર્ટનરશીપ બાદ ટેસ્લાના CEO અને X માલિક એલન મસ્કએ મોટી જાહેરાત કરી છે. ખરેખમાં, મસ્કે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કર્યું અને તેમની ભાગીદારી પર નારાજગી વ્યક્ત કરી. એટલું જ નહીં એલન મસ્કે તો ત્યાં સુધી કહ્યું છે કે તે તેની કંપનીમાં કામ કરતા લોકોના એપલ ડિવાઇસ પર પ્રતિબંધ લગાવી દેશે.
એલન મસ્કે કરી પૉસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતી વખતે એલન મસ્કએ લખ્યું કે Apple ઉપકરણો સાથે ChatGPTનો ઉપયોગ એક સુરક્ષા સમસ્યા છે. આ સ્વીકારી શકાય નહીં. જો Apple OS સ્તર પર OpenAI ને એકીકૃત કરે છે, તો મારી કંપનીમાં Apple ડિવાઇસના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે.
If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.
— Elon Musk (@elonmusk) June 10, 2024
આ સાથે, બીજી પોસ્ટમાં એલન મસ્કે કહ્યું કે મારી કંપનીની મુલાકાત લેનારા મુલાકાતીઓએ પણ તેમના એપલ ડિવાઇસ દરવાજા પર મુકવા પડશે. આ ડિવાઇસ દરવાજા પર તપાસવામાં આવશે અને બહાર પિંજરામાં રાખવામાં આવશે.
And visitors will have to check their Apple devices at the door, where they will be stored in a Faraday cage
— Elon Musk (@elonmusk) June 10, 2024
'એપલ એટલું સ્માર્ટ નથી....'
Apple વિશે, એલન મસ્કએ કહ્યું કે Apple પોતાની AI બનાવવા માટે પૂરતી સ્માર્ટ નથી અને તે OpenAI સાથે ખાતરી કરી રહ્યું છે કે યૂઝર્સની સુરક્ષા અને ગોપનીયતાને કોઈ ખતરો નહીં હોય. આ સાથે એલન મસ્ક કહે છે કે એપલ પોતે પણ નથી જાણતી કે એકવાર OpenAI યૂઝરના ડેટા પર નિયંત્રણ મેળવી લે પછી શું થશે.
It’s patently absurd that Apple isn’t smart enough to make their own AI, yet is somehow capable of ensuring that OpenAI will protect your security & privacy!
— Elon Musk (@elonmusk) June 10, 2024
Apple has no clue what’s actually going on once they hand your data over to OpenAI. They’re selling you down the river.