શોધખોળ કરો

Apple: આવતીકાલે લૉન્ચ થશે iPhone 15, જાણો કંપની કેટલામાં લૉન્ચ કરી શકે છે હેન્ડસેટ

માર્ચમાં હોંગકોંગ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, હૈટોંગ ઇન્ટરનેશનલ સિક્યૉરિટીઝના ટેક એનાલિસ્ટ જેફ પુ દ્વારા પણ ભાવ વધારાનું પ્રિડિક્શન કરવામાં આવ્યુ હતુ

Apple iPhone 15 Series: દુનિયાભરમાં સ્માર્ટફોન માર્કેટમાં એપલના આઇફોનનું એક અલગ જ મહત્વ છે, સ્માર્ટફોન યૂઝર્સની વચ્ચે હંમેશા એપલનો લેટેસ્ટ આઇફોન યૂઝ કરવાની હોડ જામે છે. અત્યારે દુનિયાના માર્કેટમાં એપલના આઇફોનને વિશ્વના સૌથી મોંઘા સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે, હવે આવતીકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે ટેક દિગ્ગજ એપલ પોતાની નેક્સ્ટ ફ્લેગશીપ સીરીઝ 'આઈફોન 15' લૉન્ચ કરવા તૈયાર છે. આ નવી સીરીઝની કિંમતને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. સ્માર્ટફોનના સેલિંગમાં અપેક્ષિત ઘટાડા દરમિયાન આવક વધારવા માટે કંપની iPhone 15 Pro અને iPhone 15 Pro Pro Max મૉડલની કિંમતોમાં વધારો કરી શકે છે. 

રેવન્યૂ વધારવાનો પ્લાન - 
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોન માર્કેટમાં અપેક્ષિત ઘટાડાને કારણે Apple iPhone 15 Pro અને iPhone 15 Pro Maxની કિંમતમાં વધારો કરીને તેની એકંદર આવક વધારવાનું પ્લાનિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ એવી કેટલીય અફવાઓ હતી કે Apple તેના અપકમિંગ પ્રૉ મૉડલની કિંમત વધારી શકે છે. મે મહિનામાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે પ્રૉ મૉડલ માટે સ્પેશ્યલ ફેસિલિટી, જેમ કે ડાયનેમિક આઇલેન્ડ અને 48MP કેમેરા, Appleને આ વર્ષે નૉન-પ્રૉ મૉડલ્સની કિંમતો વધારવા માટે સંકેત આપી શકે છે.

કિંમત પર મોટુ અપડેટ - 
માર્ચમાં હોંગકોંગ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, હૈટોંગ ઇન્ટરનેશનલ સિક્યૉરિટીઝના ટેક એનાલિસ્ટ જેફ પુ દ્વારા પણ ભાવ વધારાનું પ્રિડિક્શન કરવામાં આવ્યુ હતુ. iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની કિંમત 999 ડૉલર અને 1,099 ડૉલરથી શરૂ થાય છે, એટલે કે, MacRumors ના અહેવાલ મુજબ જો iPhone ના લેટેસ્ટ મૉડલની કિંમત વધે છે, તો તે પહેલીવાર 1,000 ડૉલરથી વધુ હશે.

કેમ ખાસ છે ‌iPhone 15 સીરીઝ - 
iPhone 15 સીરીઝ 12મી સપ્ટેમ્બરે લૉન્ચ થશે. આ દરમિયાન પ્રૉ મૉડલ માટે મર્યાદિત પુરવઠો જોઈ શકાય છે. સીરીઝના તમામ ચાર ડિવાઇસ USB-C પૉર્ટ, ડાયનેમિક આઇલેન્ડ અને સહેજ વળાંકવાળી ફ્રેમ હોવાની શક્યતા છે. પ્રૉ મૉડેલમાં વિવિધ વધારાની સુવિધાઓ અને ફેરફારોની અપેક્ષા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, Appleએ સપ્લાયર્સને આ વર્ષે iPhone 15ના લગભગ 85 મિલિયન યૂનિટ બનાવવાની વિનંતી કરી છે, જે ગયા વર્ષની સમાન માત્રામાં છે.

તાજેતરમાં, અન્ય એક અહેવાલમાં બહાર આવ્યું છે કે આગામી iPhone 15 Pro અને iPhone 15 Pro Max એ Wi-Fi 6E સપૉર્ટ સાથેના પ્રથમ iPhones હશે, જ્યારે સ્ટાન્ડર્ડ iPhone 15 અને iPhone 15 Plus રેગ્યૂલર Wi-Fi 6 જાળવી રાખે તેવી શક્યતા છે. MacRumors અનુસાર, Wi-Fi 6E iPhone 15 Pro મૉડલ્સ પર ઝડપી અને વધુ વિશ્વસનીય વાયરલેસ કનેક્ટિવિટી માટે મંજૂરી આપશે. Wi-Fi 6 2.4GHz અને 5GHz બેન્ડ પર કામ કરે છે, જ્યારે Wi-Fi 6E પણ વધેલી બેન્ડવિડ્થ માટે 6GHz બેન્ડ પર કામ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજAravalli News: અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મરાયાનો આરોપ | abp Asmita LIVEDevayat Khavad Car Attack: પોલીસની કામગીરી પર લોકગાયક દેવાયત ખવડે ઉઠાવ્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ
lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
lifestyle: હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે
Govt Jobs: ધોરણઃ 10-12 પાસ ઉમેદવારો માટે સેનામાં બમ્પર ભરતી, જાણો કઇ રીતે કરી શકશો અરજી
Govt Jobs: ધોરણઃ 10-12 પાસ ઉમેદવારો માટે સેનામાં બમ્પર ભરતી, જાણો કઇ રીતે કરી શકશો અરજી
Embed widget