એપ્રિલમાં રોલઆઉટ થશે Appleનું iOS 18.4 અપડેટ, જાણો ક્યા નવા ફીચર્સ થશે સામેલ
Apple iOS 18.4 Update: Apple એ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે iOS 18.4 અને iPadOS 18.4 અપડેટ્સ એપ્રિલમાં રિલીઝ થશે. iPhone અને iPad યુઝર્સ માટે આ નવા અપડેટમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.

Apple iOS 18.4 Update: Apple એ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે iOS 18.4 અને iPadOS 18.4 અપડેટ્સ એપ્રિલમાં રિલીઝ થશે. iPhone અને iPad યુઝર્સ માટે આ નવા અપડેટમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે. તેનું પ્રથમ બીટા વર્ઝન પહેલાથી જ ડેવલપર્સ અને પબ્લિક ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે પરંતુ અંતિમ વર્ઝનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે જેમાં ખાસ કરીને ફૂડ લવર્સ માટે એક નવો વિભાગ, નોટિફિકેશનમાં સુધારા અને મ્યુઝિક એક્સપરિએન્સને વધુ બહેતર કરવાનો સમાવેશ થાય છે.
Apple News+ Food
આ નવા iOS 18.4 અપડેટની મુખ્ય વિશેષતાઓમાંની એક Apple News + Food છે જેને Apple News એપ્લિકેશનની અંદર એક વિશેષ વિભાગ તરીકે ઉમેરવામાં આવ્યું છે. આ વિભાગ ફક્ત Apple News+ સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ હશે અને તેમાં બોન એપેટીટ, ફૂડ એન્ડ વાઇન અને ઓલરેસિપ્સ જેવા ટોચના ફૂડ પબ્લિશર્સની હજારો વાનગીઓનો સમાવેશ થશે.
પરંતુ તે માત્ર રેસિપી પૂરતું સીમિત નહીં રહે પરંતુ તે રેસ્ટોરન્ટ, હેલ્ધી ઈટિંગ ટીપ્સ, રસોડામાં જરૂરી વસ્તુઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સાથે સંબંધિત સમાચાર પણ આપશે.. એપલે યુઝર્સને સરળ બનાવવા માટે બ્રાઉઝ, સર્ચ અને ફિલ્ટર કરવાના વિકલ્પો આપ્યા છે. વધુમાં, એક "કુક મોડ" પણ ઉમેરવામાં આવ્યો છે જે યુઝર્સને પૂર્ણ-સ્ક્રીન મોડમાં કોઈપણ રેસીપી જોવા અને તેને સરળતાથી અનુસરવાની મંજૂરી આપે છે. મનપસંદ વાનગીઓને ઑફલાઇન સેવ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
Priority Notifications
આઇઓએસ 18.4 માં ઉમેરાયેલ અન્ય મહત્વપૂર્ણ સુવિધાઓમાં "પ્રાયોરિટી નોટિફિકેશન્સ" છે જે એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને લોક સ્ક્રીન પર સૌથી મહત્વપૂર્ણ સૂચનાઓને પ્રાથમિકતા આપશે. જોકે, આ ફીચર ફક્ત iPhone 15 Pro, iPhone 15 Pro Max અને iPhone 16 સીરીઝ માટે જ ઉપલબ્ધ હશે.
Control Centerમાં Ambient Music ફીચર
સંગીત પ્રેમીઓ માટે, એમ્બિયન્ટ મ્યુઝિક ફીચર iOS 18.4માં ઉમેરવામાં આવ્યું છે, જેને કંટ્રોલ સેન્ટર પરથી એક્સેસ કરી શકાય છે. તેમાં ચાર અલગ-અલગ કેટેગરી હશે, જેમાં તે તમને સ્લીપ, ચિલ, પ્રોડક્ટિવિટી અને વેલબીઇંગ હેઠળ ઝડપથી ક્યુરેટેડ પ્લેલિસ્ટ ચલાવવાની મંજૂરી આપશે.
નવું Sketch ડ્રોઇંગ સ્ટાઇલ
Appleએ આ અપડેટમાં Apple Intelligence ને વધુ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવી છે, જેમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, જાપાનીઝ અને ચાઈનીઝ શામેલ છે. વધુમાં, ઇમેજ પ્લેગ્રાઉન્ડ ફીચરમાં "સ્કેચ"ની નવી ડ્રોઇંગ સ્ટાઇલ ઉમેરવામાં આવી છે જે હાલની "એનિમેશન" અને "ઇલસ્ટ્રેશન" સ્ટાઇલ ઉપરાંત ઉપલબ્ધ હશે. આ સુવિધા યુઝર્સને ટેક્સ્ટ ડિસ્ક્રિપ્શનના આઘારે ઇમેજ જનરેટ કરવાની સુવિઘા આપે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
