દુનિયાના પહેલા ટેક્સ્ટ મેસેજની આ મોટી કંપની કરી રહી છે હરાજી, જાણો શું લખેલુ છે મેસેજમાં............
દુનિયાનો પહેલો મેસેજ ડિસેમ્બર 1992માં મોકલવામાં આવ્યો હતો, આ મેસેજ કંપનીના જ કર્મચારીના વૉડાફોન નંબર પર મોકલવામાં આવ્યો હતો.
Text Message Auction: આજના જમાનામાં Text Message મોકલવો કેટલો આસાન છે. જોકે, એક સમય હતો જ્યારે ટેક્સ્ટ મેસેજ મોકલવો પણ એક અજુબો ગણાતો હતો. અહીં અમે તમને આજે દુનિયાના પહેલા ટેક્સ્ટ મેસેજ વિશે બતાવી રહ્યાં છીએ, જેને 30 વર્ષ પહેલા મોકલવામાં આવ્યો હતો, અને આજે તેની હરાજી થઇ રહી છે. આને જે પણ ખરીદવા માંગે છે તે તેની બોલી લગાવી શકે છે. આ મેસેજ માત્ર 14 કેરેક્ટરનો જ છે. જાણો તેના વિશે.......
દુનિયાનો પહેલો મેસેજ ડિસેમ્બર 1992માં મોકલવામાં આવ્યો હતો, આ મેસેજ કંપનીના જ કર્મચારીના વૉડાફોન નંબર પર મોકલવામાં આવ્યો હતો. આ ટેક્સ્ટ મેસેજ એન્જિનીયર નીલ પાપવર્થ દ્વારા ન્યૂબરી, બર્ફશાયરમાં રિચર્ડ જાર્વિસને મોકલવામાં આવ્યો હતો, પાપવર્થ, તે સમયે 22 વર્ષનો ટેસ્ટ એન્જિનીયર, વૉડાફોન માટે શોર્ટ મેસેજ સર્વિસ (એસએમએસ) પર કામ કરી રહ્યો હતો. 3 ડિસેમ્બર 1992 એ, તે જાર્વિસને ઓર્બિટેલ 901 હેન્ડસેટ પર ક્રિસમસના અભિનંદન મોકલવામાં સફળ રહ્યો, અને તે આ રીતે દુનિયાનો પહેલો ટેક્સ્ટ મેસેજ બની ગયો.
આ મેસેજની હરાજી 21 ડિસેમ્બરે કરવામાં આવશે. આને ફ્રાન્સમાં એગટ્સ ઓક્સન હાઉસ (Aguttes Auction House ) દ્વારા હરાજી કરવામાં આવશે. આ મેસેજમાં 14 કેરેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેસેજમાં લખ્યુ હતુ- “Merry Christmas”. આ ટેક્સ્ટ મેસેજનો ક્રિપ્ટોકરન્સીમાં ખરીદવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ મેસેજની લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવશે.
દુનિયાના પહેલા ટેક્સ્ટ મેસેજ માટે સૌથી પહેલા કિંમતની બોલી લગાવનારાઓને આના તમામ અધિકાર આપી દેવામા આવશે. જેમાં સેન્ડર અને રિસિવરની જાણકારી વાળી એક ડિજીટલ ફાઇલ સામેલ છે. દુનિયાના પહેલા મેસેજ બાદ આગામી વર્ષે, નોકિયાએ એક મેસેજ નૉટિફિકેશન આપનારી બીપની સાથે એસએમએસ ફિચરની શરૂઆત કરી, બાકી જેમ આપણે જાણીએ છીએ તેમ સહ હિસ્ટ્રી છે.
આ પણ વાંચો-
આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ
2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર
રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી
Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....