શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ Avita Essential લેપટોપ ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત વિશે
Avita Essentialની ખાસિયત તેનો લુક છે. જેના પર કપડાની જેમ ટેક્સચરની ડિઝાઈન આપવામાં આવી છે અને હાલમાં એમેઝન પર ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે.
અમેરિકાની સ્માર્ટ ટેક્નોલોજી કંપન અવિટાએ ભારતમાં પોકેટ ફ્રેન્ડલી અવિટા એસેન્શિયલ લેપટોપ લોન્ચ કરી દીધું છે. આ લેપટોપ 14 ઈંચનું છે, જેની ડિસ્પ્લે ફુલ એચડી છે. કંપનીનું કહેવું છે કે, આ લેપટોપનો હેતુ લોકોને સસ્તી કિંમત પર સ્થિરતા, મજબૂતી અને ફ્લેક્સિબિલિટીની સુવિધા આપવાની છે.
Avita Essentialની ખાસિયત તેનો લુક છે. જેના પર કપડાની જેમ ટેક્સચરની ડિઝાઈન આપવામાં આવી છે અને હાલમાં એમેઝન પર ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યું છે. ભારતમાં આ લેપટોપની કિંમત 17 હજાર 990 રૂપિયા છે. પરંતુ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં એમેઝન તેને 14,990 રૂપિયામાં વેચી રહ્યું છે.
ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ
Avita Essentialમાં વિન્ડો 10 રન કરશે અને લેપટોપ 14 ઈંચની ફુલ એચડી (1920*1018 પિક્સલ) ડિસ્પ્લે બેઝેલ ડિઝાઈન સાથે આવે છે. તેની એન્ટી ગ્લેયર સ્ક્રીન છે. જે આંખોને નુકસાન થતા બચાવશે. સાથે 2 મેગાપિક્સલનો વેબકેમ પણ છે. આ લેપટોપમાં ડ્યુલ કોર ઈન્ટેલ સેલેરોન એન 4000નું પ્રોસેસર છે અને તેમાં 4 જીબીની એલપીડીડીઆર4 રેમ છે. સાથે 128 જીબીની એસએસડી છે અને ઈન્ટેલ યૂએચડી ગ્રાફિક્સ 600 આપવામાં આવ્યા છે. તેનું નોઈસ ફ્રી અને ફેનલેસ ડિઝાઈન તેનાથી પણ વધુ બહેતર બનાવે છે. Avita Essentialની ટક્કર લેનેવોના થિંકવિઝન એમ14 સાથે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion