Battlegrounds Mobile India: PUBGના ઇન્ડિયન વર્ઝને નવો રેકોર્ડ બનાવ્યો, 24 કલાકમાં આટલા મિલિયન થઇ ડાઉનલૉડ
અત્યાર સુધી આ ગેમને દસ મિલિયનથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. જે રીતે આની ડાઉનલૉડીંગ ઝડપથી વધી રહ્યું છે તેને જોઇને લાગે છે કે ફેન્સને આ ગેમને બેસબ્રીથી ઇન્તજાર હતો.
![Battlegrounds Mobile India: PUBGના ઇન્ડિયન વર્ઝને નવો રેકોર્ડ બનાવ્યો, 24 કલાકમાં આટલા મિલિયન થઇ ડાઉનલૉડ battlegrounds mobile india crossed 10 million downloads in 24 hours Battlegrounds Mobile India: PUBGના ઇન્ડિયન વર્ઝને નવો રેકોર્ડ બનાવ્યો, 24 કલાકમાં આટલા મિલિયન થઇ ડાઉનલૉડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/19cf9a4084743b73140c3b7b25e8a5e7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) ગેમને ભારતમાં 2જી જુલાઇએ ઓફિશિયલ લૉન્ચ કરી દેવામાં આવી છે. PUBG મોબાઇલના આ ઇન્ડિયન વર્ઝને ડાઉનલૉડીંગના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. લૉન્ચ થયાના માત્ર 24 કલાકમાં BGMI એટલે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાએ ફ્રી ફાયરને પછાડતા Google Play Store પર સૌથી વધુ પૈસા કમાવનારી ગેમ બની ગઇ છે. અત્યાર સુધી આ ગેમને દસ મિલિયનથી વધુ વાર ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. જે રીતે આની ડાઉનલૉડીંગ ઝડપથી વધી રહ્યું છે તેને જોઇને લાગે છે કે ફેન્સને આ ગેમને બેસબ્રીથી ઇન્તજાર હતો. આવો જાણઈએ ગેમને કઇ રીતે ડાઉનલડ કરી શકો છો.
આ રીતે ડાઉનલૉડ કરો ગેમ-
બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાને ડાઉનલૉડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.pubg.imobile
હવે ગૂગલ પ્લે સ્ટૉ પર Battlegrounds Mobile India લખીને સર્ચ કરી શકો છો. આ પછી તમને આને ઇન્સ્ટૉલ કરવાનો ઓપ્શન મળશે. આના પર ક્લિક કરી ગેમને ડાઉનલૉડ કરી લો.
પ્લે સ્ટૉર પર કેટલીય ફેક એપ્સ પણ અવેલેબલ છે. Battlegrounds Mobile Indiaને ઓળખવા માટે સૌથી આસાન રીત એ છે કે જ્યારે ગેમ સર્ચ કરો ત્યારે તેના ડેવલપર કંપનીનુ નામ જુઓ. જો તેમાં KRAFTON.INC લખેલુ દેખાય છે, ત્યારે જ ગેમને ડાઉનલૉડ કરો.
આ વાતોનુ રાખો ધ્યાન-
આ ગેમને ડાઉનલૉડ કરવા માટે તમારો ફોન એન્ડ્રોઇડ 5.1.1 કે તેનાથી ઉપરના એન્ડ્રોઇડ વર્ઝન વાળો હોવો જોઇએ.
ફોનમાં કમ સે કમ 2જીબી રેમ સામેલ હોવી જોઇએ.
આ ગેમનો લૉન્ચ થયાને એક દિવસ થયો છે, અને બતાવવામાં આવી રહ્યું છે કે ગેમને અધિકારિક લૉન્ચ થયાના ગણતરીના કલાકોમાં આ ગેમ 10 મિલીયનથી વધુ ડાઉનલૉડ થઇ ગઇ હતી. આ ગેમમાં યૂઝર્સને ફ્રી રિવૉર્ડ્સ પણ આપવામાં આવી રહ્યાં છે, જેના કારણે પ્લેયર્સને વધુ પસંદ આવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)