(Source: ECI/ABP News/ABP Majha)
બીસીસીઆઇએ એનસીએમાં બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ કૉચ માટે માંગી અરજીઓ, કોણ-કોણ છે છે દાવેદાર, જાણો.....
બીસીસીઆઇએ આ વખતે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ કૉચ માટેના ઉમેદવારો પાસેથી અરજી પત્રકો મંગાવ્યા છે. આ પહેલા બીસીસીઆઇએ એનસીએના અધ્યક્ષ માટેનુ આવેદન મંગાવ્યુ હતુ.
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ખાલી પડી રહેલા પદો માટે અરજીપત્રકો મંગાવ્યા છે. બીસીસીઆઇએ આ વખતે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ કૉચ માટેના ઉમેદવારો પાસેથી અરજી પત્રકો મંગાવ્યા છે. આ પહેલા બીસીસીઆઇએ એનસીએના અધ્યક્ષ માટેનુ આવેદન મંગાવ્યુ હતુ. આ માટે માત્ર રાહુલ દ્રવિડે એકમાત્ર ફોર્મ ભર્યુ હતુ, ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાત હતી કે રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના કૉચ બનવા જઇ રહ્યાં છે, જોકે, રાહુલ દ્રવિડે આ વાતનો ફગાવી દીધી હતી અને એનસીએના અધ્યક્ષ માટે ફરી એકવાર આવેદન કર્યુ હતુ.
બીસીસીઆઇએ પોતાની વેબસાઇટ પર એનસીએ માટે બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ કૉચ માટે અરજીપત્રકો માટેની જાહેરાત કરી છે. બીસીસીઆઇએ કોરોના કાળ બાદ ફરી એકવાર આ જાહેરાત આપીને નક્કી કરી દીધુ છે કે એનસીએના હાલના 11 કોચોને રિન્યૂ નથી કરવા માંગતુ, જેમાં પાંચ ભારતીય રિટાયર્ડ ખેલાડી રમેશ પોવાર, એસએસ દાસ, ઋષિકેશ કાનિટકર, સુબ્રોતો બેનર્જી અને સુજીત સોમસુંદર ફરીથી ક્રિકેટ બૉડીના હાયરિંગ મૉડમાં છે.
બીસીસીઆઇએ પોતાની વેબસાઇટ પર બતાવ્યુ છે કે, બીસીસીઆઇએ એનસીએના હેડ કૉચ માટેની અરજીપત્રકો સ્વીકારવાની ડેડલાઇન 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. અને સાથે સાથે એનસીએ માટે બીસીસીઆઇ બેટિંગ, બૉલિંગ (ફાસ્ટ એન્ડ સ્પીન) ફિલ્ડિંગની સાથે હેડ ઓફ ક્રિકેટ એજ્યૂકેશન માટે પણ હાયરિંગ કરી રહ્યું છે.
બીસીસીઆઇએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ કૉચ માટેના પદ માટે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર છે. લૉકડાઉન બાદ ફરી એકવાર ફૂલ ફ્લેજ સાથે એનસીએનુ કામકાજ શરૂ થશે. તાજેતરમાં જ બીસીસીઆઇએ એનસીએ માટે કૉચિંગ માટેનો કોર્સ પુરો કર્યો હતો, જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટરો સામેલ હતા. આ લિસ્ટમાં ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, દેવાંગ ગાંધી, અભિષેક નાયર, અશોક ડિન્ડા, પરવેઝ રસૂલ, નમન ઓઝા, આ તમામે આઠ દિવસનો સાઇટ પરનો કોર્સ કર્યો હતો. આ બધાની વચ્ચે ઇરફાન પઠાણે કહ્યું હતુ કે, ભારતીય ક્રિકેટની કમાન સુરક્ષિત રીતે રાહુલ દ્રવિડના હાથમાં છે. હાલમાં દ્રવિડ એકમાત્ર ઉમેદવાર છે જેને એનસીએના હેડ બનવા માટે અરજી કરી છે.
ઋષિકેશ કાનિટકર અને શિવ સુંદર દાસે એનસીએના બેટિંગ કૉચ બનવા માટે અરજી કરી છે, જ્યારે રમેશ પોવારે સ્પીન બૉલિંગ અને બેનર્જીએ ફાસ્ટ બૉલિંગ કૉચ બનવા માટે અરજી કરી છે. સોમ સુંદર હાલમાં હેડ ઓફ ક્રિકેટ એજ્યૂકેશન છે અને પોવાર ઇન્ડિયા વૂમેન ટીમના કૉચ છે, જ્યારે દાસ સાઇડ બેટિંગ કૉચ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યાં છે.