વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાદારીઓ માટે WhatsAppમાં આવ્યું કમાલનું ફિચર, આ રીતે કરે છે કામ, જાણો ફાયદા
WhatsApp Document Scanning Feature: આ સુવિધા હાલમાં રૉલઆઉટ કરવામાં આવી રહી છે અને થોડા દિવસોમાં તમામ iPhone યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે
WhatsApp Document Scanning Feature: WhatsApp દુનિયાભરમાં ખુબ જ લોકપ્રિય છે. ભારતની વાત કરીએ તો અહીં પણ તેના કરોડો યૂઝર્સ છે. કંપની તેના યૂઝર્સના અનુભવને બેસ્ટ બનાવવા માટે સતત નવા ફિચર્સ ઉમેરતી રહે છે. હવે કંપનીએ WhatsAppના iPhone યૂઝર્સ માટે એક નવું ફિચર રજૂ કર્યું છે, જેની મદદથી તેઓ એપની અંદર ડૉક્યૂમેન્ટ્સ સ્કેન કરી શકશે. આ ફિચર કેટલાક યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવ્યું છે. હવે તેમને ડૉક્યૂમેન્ટ્સ સ્કેન કરવા માટે અન્ય કોઈ એપનો સહારો નહીં લેવો પડશે.
કઇ રીતે કામ કરે છે આ ફિચર ?
આ ફિચરનો ઉપયોગ કરવા માટે પહેલા ચેટ ઓપન કરો અને શેરિંગ મેનૂ પર જાઓ. ડૉક્યૂમેન્ટનો ઓપ્શન અહીં દેખાશે છે. તેના પર ટેપ કર્યા પછી ફાઇલમાંથી પસંદ કરો અને ફોટો/વીડિયો પસંદ કરો પછી ત્રીજા સ્થાને સ્કેન ડૉક્યૂમેન્ટનો ઓપ્શન આવશે. તેના પર ટેપ કરતાની સાથે જ કેમેરો ખુલશે અને યૂઝર કોઈપણ ડૉક્યૂમેન્ટને સ્કેન કરી શકશે. સ્કેન કર્યા પછી, તેમને ડૉક્યૂમેન્ટને કાપવા, કૉન્ટ્રાસ્ટ અને બ્રાઈટનેસને અડજસ્ટ કરવાનો ઓપ્શન પણ મળશે.
ધીરે-ધીરે રૉલઆઉટ થઇ રહ્યાં છે ફિચર
આ સુવિધા હાલમાં રૉલઆઉટ કરવામાં આવી રહી છે અને થોડા દિવસોમાં તમામ iPhone યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. લેટેસ્ટ સુવિધાઓ મેળવવા માટે તમારી એપ્લિકેશનને સતત અપડેટ કરતા રહો. તમને જણાવી દઈએ કે આ ફિચર હાલમાં માત્ર iPhone યૂઝર્સ માટે છે અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સને તેના માટે થોડી રાહ જોવી પડી શકે છે.
WhatsApp વેબ પર આવશે રિવર્સ ઇમેજ સર્ચ
WhatsApp તેના વેબ યૂઝર્સ માટે રિવર્સ ઈમેજ સર્ચ ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફિચરમાં યૂઝર્સ ગૂગલ દ્વારા મળેલા કોઈપણ ફોટોને તરત જ વેરીફાઈ કરી શકશે. આ ફિચરની મદદથી યૂઝર્સ પોતાને ફેક ન્યૂઝથી બચાવી શકશે અને ઈન્ટરનેટને વધુ સારી અને વિશ્વસનીય જગ્યા બનાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો
નવા વર્ષમાં WhatsApp, UPI અને Prime Video ના આ નિયમો બદલાઇ જશે, આજે જ જાણી લો દરેક વિશે...