સસ્તી કિંમતે મળી રહ્યો છે Samsung Galaxy A32, આવી રીતે ઉઠાવો ઓફરનો લાભ
કંપનીએ પોતાના આ લેટેસ્ટ સ્માર્ટફોન (Latest Smartphone) પર શાનદાર ઓફર્સ (Great Smartphone Offer) આપી છે. તમે સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ (Samsung Phone) પર જઇને આ ઓફર્સનો લાભ ઉઠાવી શકો છો. જાણો શું શું છે ઓફર ને શું છે આની સ્પેશિફિકેશન્સ......
નવી દિલ્હીઃ ટેક કંપની સેમસંગે (Samsung) તાજેતરમાં જ સેમસંગ ગેલેક્સી એ32 (Samsung Galaxy A32) સ્માર્ટફોન ભારતમાં કરવામાં આવ્યો હતો. હવે તમે આ ફોનને સસ્તી કિંમતમાં ખરીદી શકો છો. કંપનીએ પોતાના આ લેટેસ્ટ સ્માર્ટફોન (Latest Smartphone) પર શાનદાર ઓફર્સ (Great Smartphone Offer) આપી છે. તમે સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ (Samsung Phone) પર જઇને આ ઓફર્સનો લાભ ઉઠાવી શકો છો. જાણો શું શું છે ઓફર ને શું છે આની સ્પેશિફિકેશન્સ......
મળી રહી છે ઓફર્સ....
સેમસંગની (Samsung) ઓફિશિયલ વેબસાઇટ અનુસાર, સેમસંગ ગેલેક્સી એ32 (Samsung Galaxy A32) ફોન પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. સાથે જ HDFC ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને EMI પર પણ 1,500 રૂપિયાનુ કેશબેક આપવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં તમે સ્માર્ટફોનને નૉ કૉસ્ટ ઇએમઆઇના ઓપ્શનની સાથે પણ ઓર્ડર કરી શકો છો. આ ઓફર્સ મારફતે તમે 21,999 રૂપિયાની કિંમત વાળો આ ફોન માત્ર 18,999 રૂપિયામાં ખરીદી શકો છો.
આ છે સ્પેશિફિકેશન્સ.....
સેમસંગ ગેલેક્સી એ32 4જીમાં (Samsung Galaxy A32 4G) 6.4 ઇંચની ઇનફિનિટિવ U FHD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ અને રિફ્રેશ રેટ 90 હર્ટઝ છે. આમાં તમને 800nitsની પીક બ્રાઇટનેસ પણ મળશે. ફોન ઓક્ટાકૉર પ્રૉસેસર વાળો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 6 GB રેમ 128 GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોન Awesome Black, Awesome White, Awesome Blue અને Awesome Violet કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
કેમેર અને બેટરી.....
Samsung Galaxy A32માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલ, સેકન્ડરી કેમેરો 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ, 5 મેગાપિક્સલ મેક્રો અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે Samsung Galaxy A32માં પાવર માટે 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે.