શોધખોળ કરો
Advertisement
દરરોજ 3GB ઈન્ટરનેટ ડેટા પ્લાન માટે આ છે બેસ્ટ ઓપ્શન, જાણો
જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન જલ્દી ઈન્ટરનેટ ડેટા ખતમ થઈ જવાથી પરેશાન છો, તો Jio, Aitel અને vodafone પાસે આ સમયે સારા પ્રી-પેડ રિચાર્જ પ્લાન છે.
જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન જલ્દી ઈન્ટરનેટ ડેટા ખતમ થઈ જવાથી પરેશાન છો, તો Jio, Aitel અને vodafone પાસે આ સમયે સારા પ્રી-પેડ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં દરરોજ 3GB ઈન્ટરનેટ ડેટા ઓફર મળી રહી છે. આ રિપોર્ટમાં અમે તમને કેટલાક બેસ્ટ પ્લાન વિશે જાણકારી આપી રહ્યા છીએ.
Jio નો 3GB પ્લાન
Jio ના આ પ્લાનમાં દરરોજ 3 GB ડેટા મળે છે. આ સાથે જ ગ્રાહકોને દરરોજ 100 SMS પણ મળશે. આ સિવાય કોલિંગ માટે 1,000 એફયૂપી મિનિટ મળે છે. આ સિવયા આ પ્લાન સાથે જિયોની પ્રીમિયમ એપને ઉપયોગ પણ તમે ફ્રીમાં કરી શકો છો. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
Airtel નો 3GB પ્લાન
Airtel ના આ પ્લાનમાં તમને દરરોજ 3 GB ડેટા મળે છે. આ સાથે જ ગ્રાહકોને દરરોજ 100 SMS પણ મળશે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે. યૂઝર્સને એરટેલ એક્સટ્રીમ, જી5 અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પેકની વેલિડિટી 56 દિવસની છે.
Vodafone નો 2GB+2GB પ્લાન
Vodafone ના આ પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં ડબલ ડેટા મળે છે. એટલે કે દરરોજ 2GB+2GB ડેટા તમને મળશે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને જી5 સબસ્ક્રીપશન ફ્રીમાં મળે છે. આ પ્લાન ડેટાના હિસાબથી ખૂબ જ સારો પ્લાન છે. જો તમે દરરોજ વધુ પડતો ડેટાનો ઉપયોગ કરો છો તો તમારા માટે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોનના આ પ્લાન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion