આ ઇઝી ટ્રિક્સથી ડાઉનલૉડ કરો કોઇનું પણ WhatsApp Status, નહીં ઇન્સ્ટૉલ કરવી પડે થર્ડ પાર્ટી એપ, જાણો ટ્રિક્સ......
Facebook, Instagramથી લઇને WhatsApp સુધી દરેકમાં તમને સ્ટેટસ ફિચર મળી જશે. લોકો તસવીરો, વિચારો, કે પછી વીડિયોમાં પોતાનુ સ્ટેટસ લગાવે છે. વૉટ્સએપ સ્ટેટર ફિચરને આવ્યા ઘણો સમય થઇ ગયો હોવા છતાં તેનો ક્રેઝ હજુ પણ ઓછો નથી થયો. આ ફિચર યૂઝર્સને ખુબ ગમી રહ્યું છે.
નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા સાઇટ્સનુ સ્ટેટસ ફિચર સૌથી વધુ ફેમસ અને હિટ છે. Facebook, Instagramથી લઇને WhatsApp સુધી દરેકમાં તમને સ્ટેટસ ફિચર મળી જશે. લોકો તસવીરો, વિચારો, કે પછી વીડિયોમાં પોતાનુ સ્ટેટસ લગાવે છે. વૉટ્સએપ સ્ટેટર ફિચરને આવ્યા ઘણો સમય થઇ ગયો હોવા છતાં તેનો ક્રેઝ હજુ પણ ઓછો નથી થયો. આ ફિચર યૂઝર્સને ખુબ ગમી રહ્યું છે.
Whatsapp પર દરરોજ લાખો તસવીરો અને વીડિયો સ્ટેટસ તરીકે પૉસ્ટ થાય છે. ખાસ વાત એ છે કે વૉટ્સએપનુ સ્ટેટસ 24 કલાક બાદ ઓટોમેટકલી નીકળી જાય છે. આવામાં ઘણીવાર દોસ્ત કે કોઇ સંબંધીના સ્ટેટસને જોઇને તેને સેવ કરવાનુ મન થઇ જાય છે, પરંતુ આના માટે કોઇ ઓપ્શન નથી, જેથી તસવીરો હોય તો સ્ક્રીનશૉટ લઇ શકાય છે પરંતુ વીડિયો ડાઉનલૉડ નથી કરી શકાતો.
આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું તમે તમારા મનગમતા સ્ટેટસનુ ચૂટકીમાં ડાઉનલૉડ કરી શકશો. અમે તમને બતાવીશું તમારા ફોનમાં હિડન હૉલ્ડર વિશે, જ્યાં સ્ટેટસ વાળી તસવીરો અને વીડિયો ઓટોમેટિક ડાઉનલૉડ થઇ જાય છે, પરંતુ તમને ખબર નથી હોતી. જાણો તેના વિશે.....
ફોનમાં છુપાયેલુ હોય છે સ્ટેટસ ફૉલ્ડર....
અત્યાર સુધી કદાચ તમને ખબર નહીં હોય કે તમારા ફોનમાં જ એક ફૉલ્ડર હોય છે, જ્યાં વૉટ્સએપ સ્ટેટસની તસવીરો અને વીડિયો ડાઉનલૉડ થઇ જાય છે. જ્યારે તમે કોઇ સ્ટેટસ પર ક્લિક કરો છો તો તસવીર અને વીડિયો તે ફૉલ્ડરમાં ડાઉનલૉડ થઇ જાય છે. આના માટે તમારે સૌથી પહેલા તમારે Statuses ફૉલ્ડરને અનહાઇડ કરવુ પડશે.
Statuses ફૉલ્ડરને અનહાઇડ કરવા માટે રિબૂટ કે આઇઓએસ ડિવાઇસને જેલબ્રેક કરવાની જરૂર નથી. તમારે ફક્ત File Managerના મેન્યૂબારમાં જવાનુ છે. અહીં તમને એક સેટિંગ્સનો ઓપ્શન દેખાશે. Settings પર ક્લિક કર્યા બાદ એક Unhide Filesઓ ઓપ્શન દેખાશે. અનહાઇડ પર ક્લિક કર્યા બાદ ફાઇલ મેનેજરમાં એક WhatsApp ફૉલ્ડર હશે. તેમાં જાઓ......
આ પછી તમને એક Media ફૉલ્ડર દેખાશે. મીડિયા ફૉલ્ડરમાં ગયા પછી એક બીજુ Statuses નામનુ હિડન ફૉલ્ડર દેખાશે. તમને આ જ ફૉલ્ડરમાં દેખાઇ ચૂકેલી તસવીરો અને વીડિયો મળી જશે. એકવાર તમને ખબર પડ્યા બાદ તમે કોઇપણ વીડિયો કે તસવીરોને જોઇ શકો છો ડાઉનલૉડ કરી શકો છો.