IT મંત્રાલયે જે ગેમને PUBG Mobileથી અલગ ગેમ ગણાવી છે તે BGMI પર પ્રતિબંધ લાગશે?, જાણો વિગતે
હમણાં થોડા દિવસ પહેલાં ગરેના ફ્રી ફાયર ગેમ પર પ્રતિબંધ આવ્યો હતો. આ પ્રતિબંધ બાદ ગેમ રમતા લોકોમાં પ્રચલિત મોબાઈલ ગેમ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI) પર પ્રતિબંધ લદાવાનો ડર હતો.
હમણાં થોડા દિવસ પહેલાં ગરેના ફ્રી ફાયર ગેમ પર પ્રતિબંધ આવ્યો હતો. આ પ્રતિબંધ બાદ ગેમ રમતા લોકોમાં પ્રચલિત મોબાઈલ ગેમ બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI) પર પ્રતિબંધ લદાવાનો ડર હતો. આ BGMI પબજી મોબાઈલનું રિબ્રાંડેડ વર્જન છે જેને ક્રાફટોને કેટલાક બદલાવ કરીને ભારતમાં લોન્ચ કરી છે.
BGMIને બેન કરવાની થઈ હતી માંગઃ
તેલંગાણા હાઈકોર્ટમાં એક PIL થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, BGMI અને પબજી મોબાઈલ એક જ ગેમ છે જે અલગ-અલગ નામથી આવે છે. એક અહેવાલ પ્રમાણે અરજીમાં એ પણ કહેવાયું કે, BGMI અને પ્રતિબંધીત પબજી મોબાઈલ ગેમ એક જ ગેમ છે. જેમાં ફક્ત કોસ્મેટિક બદલાવ કરવામાં આવ્યો છે. અરજીમાં ઉલ્લેખ છે કે, BGMIમાં એ બધા જોખમ છે જે જોખમના કારણે પબજી મોબાઈલ ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેથી હવે આવેલ આ BGMI વર્ઝન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે. PIL પ્રમાણે, ટેનસેન્ટ અને BGMIને બનાવનાર ક્રાફ્ટોન કંપનીએ આગળની કંપનીઓનો ઉપયોગ ચીની કંપનીઓ સાથે થયેલા ટાય-અપને છુપાવવા માટે કર્યો છે. પીઆઈએલમાં એ દલિલ કરવામાં આવી હતી કે, 2020માં ટેનસેન્ટે બનાવેલી પબજી મોબાઈલને બેન કરવામાં આવી હતી. તેથી BGMI એપ પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ.
તેલંગાણા હાઈકોર્ટમાં BGMI મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકવા માટે થયેલી આ PILના જવાબમાં આઈટી મંત્રાલયના પ્રતિનિધિ N. સમય બાલનાએ તેલંગાણા હાઈકોર્ટમાં માહિતી આપી છે કે, BGMI અને UBG Mobile બંને અલગ-અલગ એપ્લિકેશન છે. આઈટી મંત્રાલયે આ ગેમ પર ભારતમાં પ્રતિબંધ નહી લાગે તેની પુષ્ટી કરી છે.
જો કે હવે IT મંત્રાલયે તેલંગાણા હાઈકોર્ટને આપેલા જવાબમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, હાલ BGMI પર કોઈ કાર્યવાહી નહી થાય. ઉલ્લેખનીય છે કે, હમણાં થોડા દિવસ પહેલાં કેન્દ્ર સકારે ગ્રીન ફ્રી ફાયર સહિત 50થી વધુ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ એપ્લિકેશનમાં એવી પણ ઘણી એપ્લિકેશન હતી જેના પર પહેલાં પણ પ્રતિબંધ લગાવાયો હતો પણ ફરીથી નામ બદલીને ભારતમાં રિ-લોન્ચ થઈ હોય. સરકારે આવી એપ્લિકેશનને ફરીથી ડેટા સ્ટોરેજ અને સુરક્ષાને ધ્યાને લઈને પ્રતિબંધ મુકયો છે.