Facebookનું નવું Update, હવે રીલ્સને ગૃપમાં શેર કરવાની મળશે આ છૂટ, જાણો નવી ફેસિલિટી વિશે............
ફેસબુક ગૃપ્સના માટે કંપનીએ નવી સુવિધાઓનુ એલાન કર્યુ છે
Facebook New Feature: તાજેતરમાં જ મેટાએ ફેસબુકને એક સારુ અપડેટ આપ્યુ છે, જેમાં ફેસબુક ગૃપ માટે કેટલીય નવી ફેસિલિટી મળે છે, ફેસબુક ગૃપ્સના માટે કંપનીએ નવી સુવિધાઓનુ એલાન કર્યુ છે, જેનો હેતુ યૂઝર્સને પોતાના ગૃપોને વધુ સારી રીતે જ જોડવાની સાથે સાથે મેટાના એપ્સ પરિવારમાં પોતાની કન્ટેન્ટને આસાનીથી શેર કરવાની સુવિધા આપે છે, અમે તમારી સાથે ફેસબુકના નવા અપડેટ્સની જાણકારી શેર કરી રહ્યાં છીએ.
રીલ્સને ગૃપ્સમાં શેર કરવા -
આ નવા અપડેટની સાથે જ યૂઝર્સ રીલ્સ અને વીડિયોને ગૃપોમાં શેર કરવાનો ઓપ્શન મળી જાય છે. ફેસબુક અનુસાર, આ નવા ફિચરથી યૂઝર્સને ના માત્ર રીલ્સ દ્વારા આ ગૃપ્સના સભ્યોને જાણકારી શેર કરવા, પરંતુ સ્ટૉરીઓ સંભળાવવા અને અન્ય સભ્યોની સાથે જોડવામાં સક્ષમ મદદરૂપ સાબિત થશે, આની સાથે સાથે ગૃપ એડમિન અને અન્ય સભ્યો ફેસબુક પર કન્ટેન્ટ શેર કરતા પહેલા, યૂઝર્સ પોતાના વીડિયોમાં ઓડિયો, ટેક્સ્ટ ઓવરલે અને ફિલ્ટર જેવી ક્રિએટિવિટી પણ બતાવી શકે છે.
પબ્લિક પ્રૉગ્રામને બનાવો ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી
ફેસબુક ગૃપ્સો માટે લૉન્ચ ફિચરની સાથે, એક વધુ ફિચર પણ આપવામાં આવ્યુ છે, જેને યૂઝ કરીને, તમે ફેસબુક ઇવેન્ટને ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી તરીકે શેર કરી શકો છો, આ શાનદાર ફિચર ગૃપના બાકી સભ્યોને ઇન્સ્ટા્ગ્રામ સ્ટૉરીના માધ્યમથી ફેસબુક પર થયેલી પલ્બિક ઇવેન્ટની જાણકારી અન્ય સભ્યો સુધી પહોંચાડે છે. ફેસબુકે એક બ્લૉગ પૉસ્ટમાં લખીને બતાવ્યુ છે કે, ભલે તમે એક ગૃપ એડમિન હોય, જે કોઇ કૉમ્યૂનિટી ઇવેન્ટને સેલિબ્રેટ કરવા માટે મીટ-અપ હૉસ્ટ કરી રહ્યાં છો, કે કોઇ ગૃપના મેમ્બર પોતાના જૂનૂનને દોસ્તોની સાથે વહેંચી રહ્યાં છો, આ ફિચર તમારી કૉમ્યૂનિટીને વધારે વ્યાપક રીતે બતાવવામાં તમારી મદદ કરે છે. આ ઉપરાંત પણ મેટા ફેસબુક યૂઝર્સ માટે કેટલાક નવા ફિચર્સનું ટેસ્ટિંગ શરૂ કરી ચૂકી છે.
Facebook Layoffs: હવે Metaના કર્મચારીઓ પર લટકી તલવાર, આ સપ્તાહમાં શરૂ થશે કંપનીમાં છટણીઃ રિપોર્ટ
Facebook Layoffs: સોશિયલ મીડિયા ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. માર્ક ઝુકરબર્ગની કંપનીનો દાવો છે કે ત્યાં કામ કરતા હજારો કર્મચારીઓની છટણી આ સપ્તાહથી શરૂ થશે. આ પહેલા એલન મસ્કે ટ્વિટર કંપનીમાં કામ કરતા કર્મચારીઓની છટણી પણ શરૂ કરી દીધી છે.
આ બુધવારથી મેટામાં છટણી શરૂ થશે
વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર, મેટા આ બુધવાર એટલે કે 9 નવેમ્બરથી કંપનીમાં મોટાપાયે છટણીની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ છટણીની અસર કંપનીના હજારો કર્મચારીઓ પર પડશે. આટલા મોટા પાયે છટણીનો નિર્ણય મેટાના ઇતિહાસમાં પ્રથમ વખત લેવાશે. સપ્ટેમ્બરના અંતમાં કંપનીએ માહિતી આપી હતી કે મેટામાં કુલ 87,000 કર્મચારીઓ કામ કરે છે.
આ વર્ષે મેટા શેર્સમાં ભારે ઘટાડો થયો છે
હજારો કર્મચારીઓની રોજગારી જશે
જોકે વોલ સ્ટ્રીટ જર્નલને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કંપનીએ તેના પ્રશ્નો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ બાબતની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ છટણી મોટા પાયે થશે અને હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવાની યોજના બની ગઇ છે.
આ નિર્ણય મેટામાં શા માટે લેવામાં આવ્યો છે?
મેટા હાલમાં ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથની ચિંતાઓ, TikTok થી વધતી સ્પર્ધા, Apple ની પ્રાઇવેસીની નીતિમાં ફેરફાર, Metaverse પર ભારે ખર્ચ અને તેના વ્યવસાયને અસર કરતી નિયમનકારી ચિંતાઓ સાથે ઝઝૂમી રહી છે. તેના કારણે કંપનીના ત્રિમાસિક પરિણામો પર પણ અસર પડી છે અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ નબળા પરિણામો આવવાની ધારણા છે.




















