BSNL નો મોટો ધમાકો, લોન્ચ કરી BiTV સર્વિસ, ફોનમાં મફત જોઈ શકશો 300થી વધુ લાઈવ ટીવી ચેનલ
BSNL ટૂંક સમયમાં ડાયરેક્ટ-ટુ-મોબાઈલ BiTV સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. સરકારી ટેલિકોમ કંપની આ સેવા દ્વારા વપરાશકર્તાઓને 300 થી વધુ લાઈવ ટીવી ચેનલો મફતમાં બતાવશે.
BSNL ટૂંક સમયમાં ડાયરેક્ટ-ટુ-મોબાઈલ BiTV સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. સરકારી ટેલિકોમ કંપની આ સેવા દ્વારા વપરાશકર્તાઓને 300 થી વધુ લાઈવ ટીવી ચેનલો મફતમાં બતાવશે. BSNLની આ સેવા દેશના DTH અને કેબલ ટીવી સર્વિસ પ્રોવાઈડરની ટેન્શન આપી શકે છે. કંપનીએ થોડા દિવસો પહેલા જ ફાઈબર આધારિત ઈન્ટ્રાનેટ ટીવી (IFTV) સેવા શરૂ કરી છે. આમાં, BSNL બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ 500 થી વધુ મફત લાઇવ ટીવી ચેનલો જોઈ શકે છે. સરકારી ટેલિકોમ કંપનીની આ નવી સર્વિસ મોબાઈલ યુઝર્સ માટે એક નવો અનુભવ લાવશે.
BiTV સેવા શરૂ
BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ પરથી તેની BiTV સેવાની જાહેરાત કરી છે. સરકારી ટેલિકોમ કંપનીએ તેની પોસ્ટમાં કહ્યું છે કે BSNL BiTV સર્વિસ તમારા ટીવી જોવાનો અનુભવ બદલવા જઈ રહી છે. તમે તમારા મોબાઈલ પર 300 થી વધુ લાઈવ ટીવી ચેનલો, મૂવીઝ અને વેબ સિરીઝ જોઈ શકશો. આ સેવા હાલમાં પુડુચેરીમાં લાઈવ કરવામાં આવી છે. ટૂંક સમયમાં, આ સેવા સમગ્ર ભારતમાં શરૂ થશે. યુઝર્સે BSNL BiTV સેવા માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. તેઓ BSNL સિમ સાથે ડાયરેક્ટ-ટુ-મોબાઇલ BiTV સેવાને મફતમાં ઍક્સેસ કરી શકશે.
Unlimited entertainment at ZERO cost!
— BSNL India (@BSNLCorporate) December 27, 2024
BSNL BiTV is here to transform the way you watch TV—300+ live channels, movies, and web series, all on your mobile.
Available now in Puducherry, rolling out across India soon!#BSNLBiTV #DigitalIndia #EntertainmentRevolution pic.twitter.com/0BmoxkgdW3
BSNL એ આ વર્ષે આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2024)માં તેની 7 નવી સેવાઓ શરૂ કરી હતી, જેમાં IFTV તેમજ ડાયરેક્ટ-ટુ-મોબાઈલ સેવાનો સમાવેશ થાય છે. BSNLની આ ડાયરેક્ટ-ટુ-મોબાઈલ (D2M) સેવા ડીટીએચ એટલે કે ડાયરેક્ટ-ટુ-હોમ સર્વિસ પ્રોવાઈડર્સનું ટેન્શન વધારશે. OTT આવ્યા બાદ DTH યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. DTM આવ્યા બાદ યુઝર્સ તેમના મોબાઈલ પર લાઈવ ટીવી ચેનલ જોઈ શકશે.
BSNL IFTV નો ઉપયોગ કેવી રીતે કરવો ?
BSNL ની IFTV સેવાને ઍક્સેસ કરવા માટે, તમે Google Play Store પરથી સીધા જ તમારા Android સ્માર્ટ ટીવી પર કંપનીની લાઇવ ટીવી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ એપ ફક્ત એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી પર જ કામ કરે છે. BSNLની આ લાઈવ ટીવી સેવા કંપનીના કોમર્શિયલ ફાઈબર-ટુ-ધ-હોમ (FTTH) સાથે સંકલિત કરવામાં આવી છે. આ ઉપરાંત, BSNL વપરાશકર્તાઓ માટે વિડિયો ઓન ડિમાન્ડ (VoD) સેવા પણ ઉપલબ્ધ હશે, જે કંપનીની એપ્લિકેશનમાં ઈન્ટીગ્રેટ કરવામાં આવશે.
Mutual Fund: મહિને 10 હજાર રુપિયાની SIPએ બે વર્ષમાં કરી દિધા 4.36 લાખ, મ્યુચ્યુઅલ ફંડનો કમાલ