શોધખોળ કરો
Advertisement
આ ટેલિકોમ કંપનીએ યૂઝર્સને આપી ક્રિસમસ ગિફ્ટ, 31 ડિસેમ્બર પહેલા રિચાર્જ કરાવવા પર થશે ફાયદો
BSNLએ 1,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 60 દિવસ વધારી દીધી છે. કંપનીએ કહ્યું કે, આ ઓફર માત્ર 25 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2020 સુધી ઉપલબ્ધ રહેશે.
નવી દિલ્હીઃ ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ ક્રિસમસના ખાસ અવસર પર પોતાના ગ્રાહકોને સ્પેશ્યલ ઓફર આપી છે. કંપનીએ પોતાના પ્લાન્સમાં ફેરફાર કર્યો છે. કંપનીનું કહેવું છે કે, હવે ગ્રાહકોએ 250 રૂપિયા અને 450 રૂપિયાનમાં પ્લાનમાં વધારે ટોકટાઈમ મળશે.
BSNLએ 1,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 60 દિવસ વધારી દીધી છે. કંપનીએ કહ્યું કે, આ ઓફર માત્ર 25 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2020 સુધી ઉપલબ્ધ રહેશે. સાથે જ આ ઓફર તમામ સર્કલમાં ઉપલબ્ધ હશે. 31 જાન્યુઆરી સુધી 1999 રૂપિયાનું રિચાર્જ કરાવનારા ગ્રાહકોને 365 દિવસની જગ્યાએ 425 દિવસની વેલિડિટી મળશે. સાથે જ 1275 જીબી ડેટા મળશે. કંપનીનું કહેવું છે કે, જો કોઈ ગ્રાહક આ પ્લાન લે ચે તો તે બીએસએનએલ ટીવી અને બીએસએનએલ ટ્યૂન્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકશે. એટલે કે તેનો ઉપયોગ કરવા માટે કોઈ એક્સ્ટ્રા ચૂકવણી કરવી પડશે નહીં.
જણાવી દઇએ કે હાલમાં જ BSNLએ પોતાના 666 રૂપિયાના પ્લાનમાં પણ ફેરફાર કર્યા હતા. આ પ્લાનમાં ગ્રાહકોને 2 જીબી ડેટા મળતો હતો જેને કંપનીએ વધારી દીધો છે. હવે કંપની ક્રિસમસ ઑફર અંતર્ગત આ પ્લાનના ગ્રાહકોને 3 જીબી ડેટા મળશે. પરંતુ આ ઑફર ફક્ત 31 ડિસેમ્બર સુધી જ ઉપલબ્ધ છે.
કંપનીએ આ પ્લાનમાં બીજીવાર ફેરફાર કર્યો. સરકારે કેટલાંક સમય પહેલાં જ MTNL અને BSNLને મર્જ કરવાની જાહેરાત કરી હતી. જે બાદ કંપનીએ આ પ્લાનમાં ફેરફાર કર્યો હતો. કંપનીએ ફેરફાર કરતાં MTNL નંબર પર ફ્રી વૉઇસ કૉલિંગ આપવાનું શરૂ કર્યુ હતુ. સાથે જ BSNLએ તાજેતરમાં જ ઓવર ધ ટોપ એપ બીએસએનએલ ટીવી લૉન્ચ કર્યુ છે. આ એપની મદદથી ગ્રાહક વીડિયો અને મૂવી જોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement