BSNL એ ફરી વધાર્યું ખાનગી કંપનીઓનું ટેન્શન, લોન્ચ કર્યો 365 દિવસનો ધમાકેદાર પ્લાન
BSNL એ ફરી એકવાર ખાનગી કંપનીઓનું ટેન્શન વધાર્યું છે. સરકારી ટેલિકોમ કંપનીએ 365 દિવસની વેલિડિટી સાથેનો બીજો સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે.

Bsnl new 365 days recharge plan : BSNL એ ફરી એકવાર ખાનગી કંપનીઓનું ટેન્શન વધાર્યું છે. સરકારી ટેલિકોમ કંપનીએ 365 દિવસની વેલિડિટી સાથેનો બીજો સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યુઝર્સને પૂરતો ઈન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડે આ સસ્તા રિચાર્જ પ્લાનને અમર્યાદિત પ્લાન તરીકે લોન્ચ કર્યો છે. થોડા દિવસો પહેલા જ, BSNL એ તેના ઘણા ટેલિકોમ સર્કલ માટે ડેટા વિના બે નવા સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ નવા રિચાર્જ પ્લાન વિશે માહિતી શેર કરી છે.
365 days of non-stop browsing!
— BSNL India (@BSNLCorporate) February 9, 2025
Get 2GB/day for just ₹1515 — one recharge, endless adventures!#BSNLIndia #BSNLPlans #ConnectingBharatAffordably pic.twitter.com/5m04gcUVDF
નવો 365 દિવસનો પ્લાન
BSNL એ તેના X હેન્ડલ દ્વારા નવા 365 દિવસના રિચાર્જ પ્લાનની વિગતો શેર કરી છે. કંપનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, '365 દિવસ સુધી કોઈપણ વિક્ષેપ વિના ઈન્ટરનેટ બ્રાઉઝિંગ.' આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે, જેમાં યુઝર્સને દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટાનો લાભ મળે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝર્સને 40kbpsની સ્પીડ પર અનલિમિટેડ ઇન્ટરનેટનો લાભ આપવામાં આવશે. BSNLનો આ પ્લાન 1,515 રૂપિયાની કિંમતે આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને કોલિંગની સુવિધા મળતી નથી. આ યુઝર્સ માટે માત્ર ડેટા પ્લાન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે.
1198 રૂપિયાનો સસ્તો પ્લાન
ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે 365 દિવસની માન્યતા સાથે ઘણા વધુ રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને ડેટાની સાથે કોલિંગ અને ફ્રી SMSનો લાભ મળે છે. થોડા સમય પહેલા BSNL એ 1,198 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન રજૂ કર્યો હતો, જે 365 દિવસની વેલિડિટી આપે છે. BSNLના આ પ્લાનમાં યુઝર્સને દર મહિને કૉલ કરવા માટે 300 ફ્રી મિનિટ ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટા સાથે 35 ફ્રી SMSનો લાભ આપવામાં આવે છે. BSNLનો આ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જે ઈન્ટરનેટ વાપરવા માટે BSNL સિમ ખરીદે છે.





















