શોધખોળ કરો

Chromeની સુરક્ષા ખામીથી લીક થઇ શકે છે તમારો ડેટા, તરત જ કરો આ અપડેટ

આ ચેતવણી એવા યુઝર્સ માટે છે જેઓ હજુ સુધી ક્રોમનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરી શક્યા નથી

જો તમે પણ તમારા કમ્પ્યૂટર કે લેપટોપ પર ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતની ટોચની સાયબર સુરક્ષા એજન્સી CERT-In (Indian Computer Emergency Response Team) એ ક્રોમ યુઝર્સ અંગે એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ કહ્યું છે કે ક્રોમના કેટલાક જૂના વર્ઝનમાં ગંભીર સુરક્ષા ખામીઓ મળી આવી છે, જેનો સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગ કરી શકાય છે.

કોણ જોખમમાં છે?

આ ચેતવણી એવા યુઝર્સ માટે છે જેઓ હજુ સુધી ક્રોમનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરી શક્યા નથી. જો તમારું કમ્પ્યૂટર વિન્ડોઝ અથવા macOS પર 137.0.7151.119/.120 અથવા Linux પર 137.0.7151.119 વર્ઝન કરતાં જૂનું Chrome ચલાવી રહ્યું છે તો તમે સાયબર હુમલાનો ભોગ બની શકો છો.

શું નુકસાન થઈ શકે છે?

જો ક્રોમ અપડેટ ન કરવામાં આવે, તો હેકર્સ આ કરી શકે છે

તમારા સિસ્ટમ પર ખતરનાક કોડ ચલાવી શકે છે

બ્રાઉઝર ક્રેશ કરી શકે છે

તમારી વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી ચોરી શકે છે.

CERT-In એ આ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા

  1. બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરો: Chromeનું લેટેસ્ટ વર્ઝન તરત ઈન્સ્ટોલ કરો જેથી તમારું ડિવાઇસ સુરક્ષિત રહે.
  2. ઓટો-અપડેટ ઓન રાખો: ખાતરી કરો કે ક્રોમના સેટિંગ્સમાં ઓટોમેટિક અપડેટ વિકલ્પ ઓન હોય, જેથી ભવિષ્યમાં સિક્યોરિટી ફિક્સ આપમેળે ઇન્સ્ટોલ થઈ જાય.
  3. જો તમને કોઈ સમસ્યા દેખાય તો રિપોર્ટ કરો: જો તમને ક્રોમમાં કોઈ સમસ્યા દેખાય, તો તરત જ ગૂગલના બગ ટ્રેકર અથવા તેમના સપોર્ટ ફોરમ મારફતે રિપોર્ટ કરો

ક્રોમ કેવી રીતે અપડેટ કરવું?

બ્રાઉઝર ઓપન કરો અને ત્રણ ડોટ્સ (ઉપર જમણી બાજુ) પર ક્લિક કરો

Help > About Google Chrome પર જાવ

અહીં તમને Chromeનું લેટેસ્ટ વર્ઝન જોવા મળશે અને જો કોઈ અપડેટ ઉપલબ્ધ છે તો તે આપમેળે શરૂ થશે

અપડેટ પછી બ્રાઉઝર રિસ્ટાર્ટ કરો

સાયબર હુમલાઓ હવે પહેલા કરતા વધુ એડવાન્સ બની ગયા છે. મોટાભાગે યુઝર્સને ખબર પણ નથી હોતી કે તેની સિસ્ટમ ક્યારે અને કેવી રીતે હેક થઈ. આવી સ્થિતિમાં તમે Chrome ના લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ કરીને તમારા ડેટા અને ડિવાઇસને સુરક્ષિત રાખી શકો છો.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget