(Source: ECI/ABP News/ABP Majha)
Chandrayaan-3 : અહીં જુઓ ચંદ્રયાન-3નું LIVE લોંચિંગ, રોમાંચક ઈતિહાસના બનો સાક્ષી
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. તમે પણ આ ઐતિહાસિક ક્ષણને લાઈવ જોઈ શકો છો. ઈસરોએ આ માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે.
Chandrayaan-3 launch Live: દેશની પ્રતિષ્ઠિત અવકાશ સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 14 જુલાઈએ નવો ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ISRO આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. તમે પણ આ ઐતિહાસિક ક્ષણને લાઈવ જોઈ શકો છો. ઈસરોએ આ માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે.
અહીંથી લાઈવ ઓનલાઈન જોઈ શકશો
ISRO અનુસાર, ચંદ્રયાન-3 મિશન લાઈવ જોવા માટે તમે સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર જઈ શકો છો. ઈસરોએ તેના એક ટ્વીટમાં કહ્યું છે કે, લોકો અમારા ફેસબુક એકાઉન્ટ facebook.com/ISRO પર પણ ઓનલાઈન ઈવેન્ટ લાઈવ જોઈ શકે છે. ઉપરાંત, તમે YouTube ચેનલ લિંક youtube.com/watch?v=q2ueCg9bvvQ પર લોન્ચને લાઈવ જોઈ શકો છો. એટલું જ નહીં, તમે બપોરે 2 વાગ્યાથી ડીડી નેશનલ પર લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો.
ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ ગયું હતું
ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-3 મિશન પહેલા ચંદ્રયાન-2 મિશન સપ્ટેમ્બર 2019માં ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર અને રોવર કોન્ફિગરેશનનો સમાવેશ થાય છે. તેને 100 કિમીની ચંદ્ર ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય મિશનના વિક્રમ લેન્ડર માટે ચંદ્ર પર સુરક્ષિત સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો છે. જો ISRO આ કરવામાં સફળ થશે તો ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. જે દેશોએ આ સિદ્ધિ હાંસલ કરી છે તેમાં અમેરિકા, રશિયા અને ચીનનો સમાવેશ થાય છે.
ઓગસ્ટમાં ચંદ્રયાન-3નું લેન્ડિંગ
આ મિશનનું કોડનેમ LVM3 M4 છે. ચંદ્રયાન-3નું લેન્ડિંગ ઓગસ્ટમાં થશે. ચંદ્રયાન મિશનની પ્રથમ જાહેરાત જાન્યુઆરી 2020 માં કરવામાં આવી હતી. જેમાં ચંદ્રયાન - 3 મિશન શરૂઆતમાં 2022 માટે અપેક્ષિત હતું. ઈસરોના વૈજ્ઞાનિકોએ સખત મહેનત કરી છે અને તેઓને આશા છે કે આ વખતે તેમને સફળતા મળશે.
Chandrayaan-3: ચંદ્રયાન મિશન માટે 2.35 વાગ્યાનો જ સમય કેમ પસંદ કરવામાં આવ્યો? જાણો શું છે કારણ
ચંદ્રયાન-3 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશ આ ઐતિહાસિક લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેને 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ કરશે. ચંદ્રયાન-3ને GSLV માર્ક 3 હેવી લિફ્ટ લૉન્ચ વ્હીકલ (LVM-3) દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડર અને રોવર સ્થાપિત કરવાનો છે.
23-24 ઓગસ્ટ સુધીમાં ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચી જશે
ચંદ્રયાન-3 મિશનની સફળતા માત્ર અદ્યતન ટેક્નોલોજી પર જ નહીં, પણ લૉન્ચ વિન્ડોની સાવચેતીપૂર્વકના સમયપત્રક પર પણ આધાર રાખે છે, કારણ કે આ નિર્ણાયક સમય છે જ્યારે અવકાશયાન તેની અવકાશી યાત્રા શરૂ કરે છે. તમને જણાવી દઈએ કે જો ચંદ્રયાન 14 જુલાઈએ તેના મિશન માટે રવાના થાય છે, તો ચંદ્ર પર તેના ઉતરાણની અંદાજિત સમયમર્યાદા 23-24 ઓગસ્ટની આસપાસ હશે. ઈસરોના વડા સોમનાથે આ માહિતી આપી છે. ISRO પ્રથમ ચંદ્ર દિવસ દરમિયાન લેન્ડ કરવાનું લક્ષ્ય રાખે છે, જે અમાસ અને ચંદ્રોદય વચ્ચેનો સમયગાળો દર્શાવે છે.