ChatGPT: Gmail બનાવનારે કરી ભવિષ્યવાણી, 2 જ વર્ષમાં Googleનો થઈ જશે The End!!!
નવેમ્બર 2022માં લોન્ચ થયાના માત્ર એક સપ્તાહની અંદર ChatGPTએ 10 લાખથી વધુ વપરાશકર્તાઓનો આંકડો પાર કરી લીધો છે.
ChatGPT: Chat GPT ગૂગલનું સ્થાન લઈ લેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે જીમેલના નિર્માતા પૌલ બુચેટે તાજેતરમાં ટ્વિટર પર ટ્વીટ કર્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ આગામી બે વર્ષમાં સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલને લગભગ નામશેષ બનાવી શકે છે. ગૂગલની સૌથી નફાકારક એપ્લિકેશન જે ગૂગલ સર્ચ છે તેને ટૂંક સમયમાં ઓપન એઆઈના ટૂલ દ્વારા બદલી શકાય છે. નવેમ્બર 2022માં લોન્ચ થયાના માત્ર એક સપ્તાહની અંદર ChatGPTએ 10 લાખથી વધુ વપરાશકર્તાઓનો આંકડો પાર કરી લીધો છે. જે ખરેખર આશ્ચર્યજનક બાબત છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે, આ AI ટૂલમાં નિબંધો, માર્કેટિંગ પિચ, કવિતાઓ, જોક્સ, પરીક્ષાઓ ક્વાલિફાય કરવાની પણ ક્ષમતા ધરાવે છે.
પોલ બોચેટે આપી મોટી હિંટ
જીમેલના નિર્માતા પૌલ બાઉચેટે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં લખ્યું છે કે, "Google માત્ર એક કે બે વર્ષ ચાલશે. AI સર્ચ એન્જિન રિઝલ્ટ પેજને ખમત કરી નાખશે. જાણવા જેવી બાબત એ છે કે, Google તેના મોટાભાગનો બિઝનેસ સર્ચ એન્જિનમાંથી મેળવે છે અને પૈસાની કમાણી કરે છે. જો Google પોતાનું AI બનાવે છે, તો પણ તેઓ તેમના વ્યવસાયના સૌથી મોટા કમાણી ભાગને દૂર કર્યા વિના તેનો સંપૂર્ણ અમલ કરી શકશે નહીં. છેવટે AI સીધા શ્રેષ્ઠ જવાબો આપે છે, જ્યારે સર્ચ એન્જિન લિંક્સ દર્શાવે છે. તેમણે વધુમાં સમજાવ્યું હતું કે, ચેટજીપીટી સર્ચ એન્જિન સાથે તે કરશે જે ગૂગલે યલો પેજીસ સાથે કર્યું હતું. AI શોધ એન્જિન પરિણામ પૃષ્ઠને દૂર કરશે.
ChatGPT MBA અને કાયદાની પરીક્ષા પાસ કરી
તાજેતરમાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વ્હોર્ટન સ્કૂલના પ્રોફેસરે MBA ટેસ્ટ સાથે AI ટૂલનું પરીક્ષણ કર્યું અને પરિણામોથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ChatGPTએ MBAની પરીક્ષા પાસ કરી હતી. માત્ર MBA પરીક્ષા જ નહીં ChatGPT અમેરિકન લૉ સ્કૂલની પરીક્ષા પણ પાસ કરી છે. આમાં AI ચેટબોટે એકંદરે C+ સ્કોર હાંસલ કર્યો છે. એવી પણ અફવા છે કે Google 20 થી વધુ AI ઉત્પાદનો તૈયાર કરી રહ્યું છે અને તેનું પોતાનું ChatGPT વર્ઝન પણ તૈયાર કરી રહ્યું છે.
ChatGPT : છોકરીઓ સાથે કરવી છે મિત્રતા? તો Googleની ઉંઘ હરામ કરનાર ChatGPTને પુછો
ટેક્નોલોજી ક્ષેત્રે સનસનાટી મચાવનાર ઓપનએઆઈની 'ChatGPT' આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ આ ચેટબોટનો એકવાર ઉપયોગ કરીને જોવા માંગે છે કે તેમાં એવું શું છે જેણે ગૂગલની ઉંઘ ઉડાડી નાખી છે. હા, આ ચેટબોટથી ગૂગલને એટલી બધી પરેશાની થઈ છે કે ગૂગલે તેને પોતાના માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આ ચેટબોટ એ મશીન લર્નિંગ આધારિત AI ટૂલ છે જેમાં તમામ સાર્વજનિક રીતે ઉપલબ્ધ ડેટા ફીડ કરવામાં આવ્યો છે. જો તમે તેની પાસેથી કોઈ પ્રશ્ન પૂછો છો, તો તે તમને સેકન્ડોમાં જ જવાબ આપે છે.
જ્યારે અમે આ ચેટબોટને એક વ્યક્તિગત પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ છોકરીઓ સાથે કેવી રીતે મિત્રતા કરી શકે? તો આ ચેટબોટે કેટલાક રમુજી જવાબો આપ્યા જે તમને મિત્રતા બનાવવા અને જાળવી રાખવામાં મદદ કરી શકે છે. જાણો ચેટબોટે શું કહ્યું.
ચેટબોટે એકથી એક રમુજી જવાબો આપ્યા
આ પ્રશ્ન આ ચેટબોટને અંગ્રેજી અને હિન્દી બંનેમાં પૂછ્યો હતો. તમે આ તસવીરો દ્વારા ચેટબોટ દ્વારા આપવામાં આવેલ જવાબ પણ વાંચી શકો છો.