હવે લીગલ સહિત અનેક મુદ્દાઓ પર સલાહ આપશે નહીં ChatGPT, કંપનીએ આ કારણે બદલ્યો નિયમ
રિલેશનશીપની વાત હોય કે કોઈ કાયદાકીય બાબત હોય, લોકો દરેક બાબતમાં સલાહ માટે ChatGPT નો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે

રિલેશનશીપની વાત હોય કે કોઈ કાયદાકીય બાબત હોય, લોકો દરેક બાબતમાં સલાહ માટે ChatGPT નો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે. જો કે, આના પરિણામો ઘણીવાર ભોગવવા પડે છે. આને ધ્યાનમાં રાખીને આ AI ચેટબોટમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. OpenAI એ જાહેરાત કરી છે કે ChatGPT પર હવે મેડિકલ, ફાઈનાન્સ અને લીગલ મુદ્દાઓ સાથે જોડાયેલી સલાહ મળશે નહીં. રિપોર્ટ્સ અનુસાર, 29 ઓક્ટોબરથી ChatGPT હવે સારવાર, કાનૂની બાબતો અને નાણાકીય બાબતો પર ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડશે નહીં. આ ચેટબોટ હવે સલાહકાર નથી, પરંતુ ફક્ત એક શૈક્ષણિક સાધન છે.
હવે શું બદલાશે?
નવા નિયમો બાદ ChatGPT હવે યુઝર્સને દવાના નામ અને માત્રા, મુકદ્દમાના નમૂનાઓ, કાનૂની વ્યૂહરચના અને રોકાણો અંગે સલાહ આપશે નહીં. તે હવે ફક્ત સામાન્ય સિદ્ધાંતો અને મૂળભૂત પદ્ધતિઓ પ્રદાન કરશે અને લોકોને ડોકટરો, વકીલો અને નાણાકીય સલાહકારો જેવા પ્રોફેશનલ્સ સાથે સલાહ લેવાની સલાહ આપશે.
આ ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે?
તાજેતરના સમયમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં લોકોએ ChatGPT ની સલાહને અનુસરીને પોતાને નુકસાન પહોંચાડ્યું છે. ઓગસ્ટમાં આવી જ એક ઘટના બની હતી જ્યારે 60 વર્ષીય એક વ્યક્તિએ ChatGPT ની સલાહનું પાલન કરીને મીઠાને બદલે સોડિયમ બ્રોમાઇડ લેવાનું શરૂ કર્યું હતું. આનાથી માનસિક સમસ્યાઓ થઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. બીજા એક કિસ્સામાં અમેરિકામાં એક 37 વર્ષીય વ્યક્તિને જમવામાં તકલીફ થઈ રહી હતી જ્યારે તેણે ChatGPT ને આ વિશે પૂછ્યું, ત્યારે ચેટબોટે તેને કહ્યું કે આ કેન્સરને કારણે થવું ખૂબ મુશ્કેલ છે. તે વ્યક્તિને જવાબથી ખાતરી થઈ ગઈ અને સમયસર ડૉક્ટરની સલાહ લીધી નહીં. બાદમાં જ્યારે તેનું કેન્સર ચોથા તબક્કામાં પહોંચી ગયું ત્યારે તે ડૉક્ટર પાસે ગયો.
ગૂગલે એન્ડ્રોઇડ અને આઇફોન બંને યૂઝર્સ માટે એક મોટી ચેતવણી જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લાખો કૌભાંડી સંદેશાઓ વૈશ્વિક સ્તરે ફરતા હોય છે. ગૂગલ વપરાશકર્તાઓને ચેતવણી આપે છે કે જો તેઓ આવા સ્પામ મેસેજ મળે તો તરત જ ડિલીટ કરી નાખો, નહીંતર તમારા બેંક ખાતા ખાલી થવામાં વધુ સમય લાગશે નહીં. ગૂગલે યૂઝર્સને ચેતવણી આપી છે કે તેઓ આ સ્પામ મેસેજ તાત્કાલિક ડીલીટ કરી નાખે - ખાસ કરીને જે કથિત રીતે ચાઇનીઝ સાયબર ગુનેગારો તરફથી આવી રહ્યા છે.





















