શોધખોળ કરો

ChatGPT લાખો લોકોની ખાઇ જશે નોકરી ? ચેટજીપીટી વિશે ખુદ સીઇઓએ આપ્યુ મોટુ નિવેદન

ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં સેમે કહ્યું કે કેટલાય લોકો કહી રહ્યા છે કે AIની અસર સારી રહેશે, અને તેનાથી નોકરી પર કોઈ અસર નહીં થાય,

ChatGPT Will Replace Humans: દુનિયામાં આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખુબ ચર્ચામ થઇ રહી છે, એઆઇ એવું ટૂલ્સ છે જેની મદદથી કોઇપણ વ્યક્તિ કોઇપણ કામ આસાનીથી કરી શકે છે. હવે આ બધાની વચ્ચે ચેટજીપીટી માર્કેટમાં ધમાલ મચાવી રહ્યું છે, ત્યારે ચેટજીપીટી અંગે ખુદ ઓપનએઆઇના સીઇઓએ લોકોની નોકરી જોખમમાં હોવા અંગે મોટો ખુલાસો કર્યો છે. 

તમે બધા ચેટજીપીટીથી તો વાકેફ જ છો, જો તમે નથી જાણતા કે તે શું છે, તો ખરેખરમાં, તે એક AI ટૂલ છે જેમાં તમામ ડેટા ફીડ કરવામાં આવ્યો છે અને ડેટાના આધારે તે બધા કામો માણસો કરતાં પણ વધુ ઝડપથી કરી શકે છે. જેમ કે આર્ટિકલ, કવિતા, રિપોર્ટ, ન્યૂઝ વગેરે લખવું. તમે એઆઈ ટૂલ્સની સંભવિતતાનો ખ્યાલ એવી રીતે મેળવી શકો છો કે તેને કેટલીય ઉચ્ચ સ્તરીય પરીક્ષાઓ પાસ કરી છે અને તબીબી ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. AI ટૂલ્સ માર્કેટમાં આવ્યા પછી દરેકના મનમાં પ્રશ્ન છે કે શું તેઓ લોકોની નોકરીઓ ખાઈ જશે ? આ સવાલનો જવાબ હવે ખુદ ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને આપ્યો છે. જે ખરેખરમાં ચોંકાવનારો છે.

કહી આ ચોંકાવનારી વાત - 
ધ એટલાન્ટિકને આપેલા ઈન્ટરવ્યૂમાં સેમે કહ્યું કે કેટલાય લોકો કહી રહ્યા છે કે AIની અસર સારી રહેશે, અને તેનાથી નોકરી પર કોઈ અસર નહીં થાય, પરંતુ તે એવું નથી. તેમને કહ્યું કે AI આગામી સમયમાં મહત્વની ભૂમિકા ભજવતા કેટલાય લોકોની નોકરીઓ ખાઈ જશે. સેમે કહ્યું કે તેમની કંપની ચેટજીપીટીથી પાવરફુલ AI ટૂલ્સ પણ બનાવી શકે છે, પરંતુ લોકો આ માટે તૈયાર નથી. સીઈઓએ કહ્યું કે આગામી સમયમાં માણસોની સાથે એઆઈ ટૂલ્સ પણ અસ્તિત્વમાં આવશે જે તમામ કામ કરી શકશે.

આ વાત જરૂર સમજી લો તમે - 
કોલંબિયા બિઝનેસ સ્કૂલના પ્રૉફેસર ઓડેડ નેટ્ઝરે ઈનસાઈડરને જણાવ્યું હતું કે,  લોકોને ડર છે કે AI તેમની નોકરીઓ ખાઈ જશે, પરંતુ સૌથી મોટો ખતરો એ છે કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ AIની ક્ષમતાને સંપૂર્ણ રીતે સમજશે અને જાણશે ત્યારે નોકરીઓ જશે. તેની સાથે શું કરી શકાય છે. એટલે કે જો લોકોને AIની સંપૂર્ણ જાણકારી મળી જાય તો તેઓ એવા લોકોની નોકરી ઉઠાવી શકે છે જેઓ ટેક્નોલોજી વિશે વધારે જાણતા નથી.

માર્ચમાં ગૉલ્ડમેન સૈક્સને અંદાજ હતો કે વિશ્વભરમાં 300 મિલિયન નોકરીઓ AI દ્વારા પ્રભાવિત થઈ શકે છે. તેમને એમ પણ કહ્યું હતું કે, AI ના કારણે જ હોવું જોઈએ એવું જરૂરી નથી, શક્ય છે કે AIની વધુ સમજ ધરાવનાર વ્યક્તિ બીજાની નોકરી ખાઇ જઇ શકે છે. 

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget