Free Internet: એક મહિનાનું અનલિમીટેડ ઇન્ટરનેટ ફ્રી, ઓફર 31 ડિસેમ્બર સુધી
BSNL Free Internet: BSNL તેના ફાઈબર બેઝિક નિયૉ અને ફાઈબર બેઝિક બ્રૉડબેન્ડ પ્લાન્સ (BSNL બ્રૉડબેન્ડ પ્લાન્સ) સાથે એક મહિના માટે ફ્રી ઈન્ટરનેટ ઓફર કરી રહી છે
BSNL Free Internet: બીએસએનએલ તેના બે ફાઈબર બ્રૉડબેન્ડ રિચાર્જ પ્લાન સાથે 31મી ડિસેમ્બર સુધી એક મહિના માટે મફત ઈન્ટરનેટ ઓફર કરે છે. આ ઓફર ફ્રી ઈન્ટરનેટ ફેસ્ટિવલ હેઠળ આપવામાં આવી રહી છે અને આ બંને પ્લાનની કિંમત 500 રૂપિયાથી ઓછી છે.
બીએસએનએલની ફ્રી ઇન્ટરનેટ ઓફર -
BSNL તેના ફાઈબર બેઝિક નિયૉ અને ફાઈબર બેઝિક બ્રૉડબેન્ડ પ્લાન્સ (BSNL બ્રૉડબેન્ડ પ્લાન્સ) સાથે એક મહિના માટે ફ્રી ઈન્ટરનેટ ઓફર કરી રહી છે, પરંતુ આ માટે આ પ્લાન્સ ઓછામાં ઓછા 3 મહિના માટે લેવા પડશે. આ ફેસ્ટિવલ ઓફર 31મી ડિસેમ્બર સુધી માન્ય છે.
ડેટાની સાથે કૉલિંગની પણ સુવિધા -
ફાઈબર બેઝિક નિયૉ પ્લાન હેઠળ 30Mbps સ્પીડ સાથે 3300GB ડેટા 449 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડેટા ખતમ થયા પછી સ્પીડ 4Mbps થઈ જાય છે. આમાં અનલિમિટેડ લૉકલ અને STD કૉલ પણ ઉપલબ્ધ છે. ત્રણ મહિના માટે રિચાર્જ કરવા પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
રિચાર્જ પર 100 રૂપિયાની છૂટ -
BSNLનો રૂ 499નો ફાઇબર બેઝિક રિચાર્જ પ્લાન 50Mbps ડેટા સ્પીડ સાથે 3.3TB (3300GB) માસિક ડેટા ઓફર કરે છે. FUP પૂર્ણ થયા પછી સ્પીડ ઘટીને 4Mbps થઈ જાય છે. આ પ્લાનમાં ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કૉલિંગનો લાભ પણ ઉપલબ્ધ છે. ત્રણ મહિના માટે રિચાર્જ કરાવવા પર તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ઑફર 31 ડિસેમ્બર 2024 સુધી માન્ય છે.
આ પણ વાંચો
Year Ender 2024: હવે નહીં યૂઝ કરી શકાય ગૂગલની આ 5 સર્વિસ, કંપનીએ 2024માં કરી દીધી બંધ