Google લાવી રહ્યુ છે અત્યાર સુધીનો સૌથી ફાસ્ટ સ્માર્ટફોન, જાણો આ ધાંસૂ ફોન ક્યારે થશે લૉન્ચ ને શું છે ફિચર્સ-કિંમત
કંપની Pixel Fall Launchના નામથી 19 ઓક્ટોબરે એક ઇવેન્ટ લૉન્ચ કરવામાં આવી રહી છે. જેમાં આ બન્ને સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ Google Pixelની નવી સીરીઝના સ્માર્ટફોનનો ઇન્તજાર હવે ખતમ થવાનો છે, કેમ કે કંપનીએ આની લૉન્ચિંગ ડેટની જાહેરાત કરી દીધી છે. કંપનીએ બતાવ્યુ કે, Google Pixel 6 અને Google Pixel 6 Pro ની લૉન્ચિંગ ક્યારે કરવામાં આવશે. ખરેખર, કંપની Pixel Fall Launchના નામથી 19 ઓક્ટોબરે એક ઇવેન્ટ લૉન્ચ કરવામાં આવી રહી છે. જેમાં આ બન્ને સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે આયોજિત કરવામાં આવશે. જાણો આમાં શું હશે ખાસ........
આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ-
લીક ડિટેલ્સ અનુસાર, Google Pixel 6 સીરીઝના સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ સીરીઝના સ્માર્ટફોન્સને અલ્ટ્રા પ્રીમિયમ સેગમેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. આ 5G નેટવર્ક સપોર્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. ફોટોગ્રાફી માટે આમાં Samsungનો ISOCELL 50MPનુ GN1 સેન્સર મળી શકે છે. Google Pixel 6 Pro માં પાછળના બાગમાં ગ્લાસ પેનલ પર એક ચમકીલુ મેટા ફ્રેમ આપવામાં આવશે. આ ઉપરાંત આમાં 120Hzની કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
જબરદસ્ત હશે કેમેરો-
Google Pixel 6 Proમાં એક નવી કેમેરો સિસ્ટમ આપવામાં આવી શકે છે. જ્યાં એક 4x ટેલીફોટો લેન્સની સાથે આવશે. આમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો હશે. 48 મેગાપિક્સલનો Sony IMX586 ટેલીફોટો લેન્સ આવશે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે
'હશે અત્યાર સુધીનો સૌથી ફાસ્ટ સ્માર્ટફોન'
Google Pixel 6 Pro માટે કંપનીએ દાવો કર્યો છે કે આ અત્યાર સુધીનો સૌથી ફાસ્ટ સ્માર્ટફોન હશે. Googleએ બતાવ્યુ કે Tensor Chip પર AI અને મશીન લર્નિંગની કેપેબિલિટી આ સ્માર્ટફોન્સને ખુબ ફાસ્ટ બનાવશે, અને ફોન હેન્ગ નહીં થાય. ફોનને યૂઝ કરતી વખતે યૂઝર્સને સ્લૉ થવા કે પછી કોઇ અન્ય રીતે પરેશાની નહીં થાય.
આટલી હોઇ શકે છે કિંમત-
Google Pixel 6 Pro સ્માર્ટફોનને કંપની ભારતીય માર્કેટમાં 70,000 થી 80,000 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનના કેટલાય એટ્રેક્ટિવ કલર ઓપ્શનની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે.