શોધખોળ કરો

રાશનકાર્ડ e-kyc ઝડપથી કરી લો, નહીં તો રાશન મળવામાં થશે મુશ્કેલી, જાણો સરળ પ્રોસેસ

ભારત સરકાર દ્વારા દેશના કરોડો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ખૂબ જ ઓછી કિંમતે અથવા મફત રાશન પૂરું પાડવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા દેશના કરોડો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ખૂબ જ ઓછી કિંમતે અથવા મફત રાશન પૂરું પાડવામાં આવે છે. આ સરકારી સુવિધાનો લાભ મેળવવા માટે રેશનકાર્ડ હોવું અનિવાર્ય છે. જોકે, ઘણા લોકો જાણતા નથી કે એક નાની ભૂલ તેમને આ મહત્વપૂર્ણ સુવિધાથી વંચિત કરી શકે છે, જેના કારણે તેમનું રેશનકાર્ડ રદ થઈ શકે છે.

દેશમાં કરોડો લોકો રાશન કાર્ડ ધરાવે છે અને તેના દ્વારા સબસિડીવાળા અનાજનો લાભ મેળવે છે. ભારત સરકારે રેશનકાર્ડ બનાવવા માટે કેટલાક પાત્રતા માપદંડ નક્કી કર્યા છે, અને ફક્ત તે લોકો માટે જ રેશનકાર્ડ બનાવવામાં આવે છે જેઓ આ માપદંડોને પૂર્ણ કરે છે. પાત્રતા ધરાવતા લોકો પોતાના રાજ્યના ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અથવા સંબંધિત કચેરીઓમાં જઈને ઓનલાઈન અરજી પણ કરી શકે છે, જેમાં ઓળખના પુરાવા અને અન્ય દસ્તાવેજો સબમિટ કરવા પડે છે.

રાશન  કાર્ડ e KYC કરાવવું  જરુરી છે. જો રાશન e KYC નહીં હોય તો રાશન મળતું બંધ થઈ જશે. સરકારે અત્યાર સુધીમાં રાશન e kyc  સમયમર્યાદા  ઘણી વખત લંબાવી છે. e-KYC માટે, લાભાર્થીઓ PDS દુકાન પર જઈ શકે છે અને e-POS મશીનની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

રાશનકાર્ડ e-KYC કેમ જરુરી  ?

એક અંદાજ મુજબ 23.5% રાશન કાર્ડનું વેરિફિકેશન બાકી છે. તમને જણાવી દઈએ કે KYC નો અર્થ છે "તમારા ગ્રાહકને જાણો" (Know Your Customer).  KYC કરવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને સિસ્ટમમાંથી દૂર કરી શકાય. સરકારનો એકમાત્ર હેતુ એ છે કે સરકારી અનાજનો લાભ માત્ર લાયક લોકો સુધી પહોંચે.

ઘરે બેઠા રાશન e-KYC કરી શકો

સૌથી પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની વેબસાઈટ પર જાઓ. ત્યાં ‘e kyc ફોર રેશન કાર્ડ’ પર ક્લિક કરો. આ પછી રેશન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો, પછી મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને ભરો, બધી માહિતી દાખલ કરો અને સબમિટ કરો.

જો તમને ઓનલાઈન વેરિફિકેશન અને ઓટીપી મેળવવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે તમારી નજીકની સરકારી રાશનની દુકાન પર જઈ શકો છો. ત્યાં દુકાનદાર તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારું બાયોમેટ્રિક્સ લઈને તમારું કેવાયસી પૂર્ણ કરશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ, પાકિસ્તાનના 8 કેમ્પ પર સેનાની નજર, આર્મી ચીફે કડક એક્શનની આપી ચેતવણી
ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ, પાકિસ્તાનના 8 કેમ્પ પર સેનાની નજર, આર્મી ચીફે કડક એક્શનની આપી ચેતવણી
'મેં જો ચાહૂં, વો કરું !' ટ્રમ્પના નિર્ણય પર ભડક્યું ચીન, AI વીડિયો શેર કરી ઉડાવી મજાક
'મેં જો ચાહૂં, વો કરું !' ટ્રમ્પના નિર્ણય પર ભડક્યું ચીન, AI વીડિયો શેર કરી ઉડાવી મજાક
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
ગૂગલ જાણે છે તમારી તમામ વાતો, પ્રાઈવેસી જોઈતી હોય તો બદલો આ સેટિંગ્સ
ગૂગલ જાણે છે તમારી તમામ વાતો, પ્રાઈવેસી જોઈતી હોય તો બદલો આ સેટિંગ્સ

વિડિઓઝ

Gujarat Government: રાજ્યમાં બેફામ બનેલા ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત
Kite Festival 2026: ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે આ તારીખ સુધી રહેશે પતંગોત્સવ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ, પાકિસ્તાનના 8 કેમ્પ પર સેનાની નજર, આર્મી ચીફે કડક એક્શનની આપી ચેતવણી
ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ, પાકિસ્તાનના 8 કેમ્પ પર સેનાની નજર, આર્મી ચીફે કડક એક્શનની આપી ચેતવણી
'મેં જો ચાહૂં, વો કરું !' ટ્રમ્પના નિર્ણય પર ભડક્યું ચીન, AI વીડિયો શેર કરી ઉડાવી મજાક
'મેં જો ચાહૂં, વો કરું !' ટ્રમ્પના નિર્ણય પર ભડક્યું ચીન, AI વીડિયો શેર કરી ઉડાવી મજાક
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
ગૂગલ જાણે છે તમારી તમામ વાતો, પ્રાઈવેસી જોઈતી હોય તો બદલો આ સેટિંગ્સ
ગૂગલ જાણે છે તમારી તમામ વાતો, પ્રાઈવેસી જોઈતી હોય તો બદલો આ સેટિંગ્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
ઠંડીમાં આ બીમારીઓમાં થાય છે સૌથી વધુ અસર, AIIMSના ડોક્ટરોએ શું આપી સલાહ?
ઠંડીમાં આ બીમારીઓમાં થાય છે સૌથી વધુ અસર, AIIMSના ડોક્ટરોએ શું આપી સલાહ?
"બોર્ડર 2" નું ગીત "જાતે હુએ લમ્હોં" રિલીઝ, ચાહકોએ કહ્યું, "આ ગીત નથી, લાગણી છે..."
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
Embed widget