શોધખોળ કરો

Drone કઇ રીતે કામ કરે છે, ભારતમાં આને લઇને શું છે ગાઇડલાઇન્સ ને કેટલો છે દંડ? જાણો અહીં.........

ડ્રૉનને UAV એટલે કે Unmanned aerial vehicles કે RPAS એટલે કે Remotely Piloted Aerial Systems પણ કહેવામાં આવે છે. આ એક એવુ ઉપકરણ છે, જેમાં એચડી કેમેરા લાગેલા હોય છે.

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ જમ્મુના એરફોર્સ સ્ટેશન પર બે ડ્રૉન્સ દ્વારા બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો. ભારતમાં ડ્રૉન દ્વારા ધમાકો કરવાનો આ પહેલો મામલો હતો. જોકે આ પહેલા આ પહેલા કેટલીયવાર પાકિસ્તાન નજીકની બોર્ડર પર ડ્રૉન જોવા મળ્યા છે. એટલે સુધી કે પંજાબની સીમા પારથી ડ્રૉન મારફતે નશીલા પદાર્થોની તસ્કરીની પણ કેટલીય ઘટનાઓ સામે આવી છે. પરંતુ આ વખતે જમ્મુની ઘટનાએ સુરક્ષાદળો અને સરકારને ચિંતામાં નાંખી દીધા છે. આ હુમલા બાદ હવે ભારતમાં ડ્રૉનના ઉપયોગને લઇેન ચર્ચા ચાલુ થઇ ગઇ છે. આ રિપોર્ટમાં જાણો ડ્રૉન કઇ રીતે ઓપરેટ થાય છે. આનાથી શું નુકશાન થઇ શકે છે, અને દેશમાં ડ્રૉન્સને લઇને સરકારની શું છે ગાઇડલાઇન્સ......... 

આસાન ભાષામાં સમજીએ ડ્રૉન શું હોય છે?
ડ્રૉનને UAV એટલે કે Unmanned aerial vehicles કે RPAS એટલે કે Remotely Piloted Aerial Systems પણ કહેવામાં આવે છે. આ એક એવુ ઉપકરણ છે, જેમાં એચડી કેમેરા લાગેલા હોય છે.આમાં ઓનબોર્ડ સેન્સર અને જીપીએસ લાગેલુ હોય છે. આને એક સૉફ્ટવેર મારફતે નિયંત્રિત કરી શકાય છે. આની ચારેય બાજુ લાગેલા હોય છે, જેની મદદથી આ આકાશમાં ઉંચાઇ સુધી ઉડી શકે છે. સામાન્ય બોલચાલની ભાષામાં આને મિની હેલિકૉપ્ટર પણ કહેવામાં આવે છે, આ બહુજ ઓછો ભાર ઉઠાવી શકે છે. 

કઇ રીતે ઓપરેટ થાય છે ડ્રૉન?
ડ્રૉનને ઉડાડવા માટે સૉફ્ટવેર, જીપીએસ અને રિમૉટ સૌથી જરૂરી હોય છે. રિમૉટ દ્વારા જ ડ્રૉન ઓપરેટ થાય છે, અને આના કન્ટ્રૉલ કરી શકાય છે. ડ્રૉન પર લાગેલા રૉટર્સની ગતિ રિમૉટની જૉયસ્ટીક દ્વારા કન્ટ્રૉલ કરવામાં આવે છે. વળી, જીપીએસ એક પ્રકારથી ડ્રૉનનુ સુરક્ષા કવચ હોય છે, જે દૂર્ઘટના પહેલા જ ઓપરેટરને ચેતાવણી મોકલી દે છે. જીપીએસની મદદથી જ ડ્રૉન ઉડે છે અને આને ઉડવા માટે ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. 

ડ્રૉન ક્યાં અને કેમ વાપરવામાં આવે છે?
વર્ષ 1991ના ખાડી યુદ્ધમાં અમેરિકન સેનાએ પોતાના દુશ્મનને નિશાન બનાવવા માટે પહેલીવાર

ડ્રૉનનો ઉપયોગ કર્યો હતો. હાલમાં આનો ઉપયોગ....

ઇ-કોમર્સ સામાનોની ડિલીવરી
તસવીરો લેવા
વીડિયો શૂટ કરવા
નેશનલ હાઇવે મેપિંગ કરવા
રેલવે ટ્રેકનુ મેપિંગ કરવા
વનો પર નજર રાખવા
અને કૃષિ કાર્યો સાથે જોડાયેલા કામો અને અન્ય કામો માટે કરવામાં આવે છે.

ડ્રૉન કેટલા પ્રકારના હોય છે?

નેનો ડ્રૉન્સ- 250 ગ્રામ સુધી 
માઇક્રો ડ્રૉન્સ- 250 થી 2 કિલો સુધી
મિની ડ્રૉન્સ- 2 કિલોથી 25 કિલો સુધી 
સ્મૉલ ડ્રૉન્સ- 25 કિલોથી 150 કિલો સુધી 
લાર્જ ડ્રૉન્સ- 150 કિલોથી વધુ

દેશમાં ડ્રૉનને લઇને શું છે ગાઇડલાઇન્સ?
દેશમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડ્રૉન ઉડાડવા પર કેટલાય પ્રતિબંધો લાગવેલા છે. ડ્રૉનના વજન અને સાઇઝ અનુસાર આ પ્રતિબંધોને કેટલીય કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. 

નેનો ડ્રૉન- આના ઉડાડવા માટે તમારે લાયસન્સની જરૂર નહીં પડે.
માઇક્રો ડ્રૉન- આને ઉડાડવા માટે UAS Operator Permit-I માંથી પરમિશન લેવાની હોય છે, અને ડ્રૉન પાયલટે SOPને ફોલો કરવાની હોય છે. 
આનાથી મોટા ડ્રૉન ઉડાડવા માટે ડીજીસીએમાંથી પરમિટની જરૂર પડે છે. સાથે જ જો તમે કોઇ પ્રતિબંધિત જગ્યાએ ડ્રૉન ઉડાડવા માંગો છો તો આના માટે પણ તમારે ડીજીસીએમાંથી પરમિશન લેવી પડશે. પરમિશન વિના ડ્રૉન ઉડાડવુ ગેરકાયદેસર છે, અને આના માટે ડ્રૉન ઓપરેટર પર ભારે દંડની પણ જોગવાઇ છે. 

નેનો ડ્રૉન સિવાય કોઇપણ પ્રકારના ડ્રૉન ઉડાવવા માટે લાયસન્સ કે પરમિટની જરૂર પડે છે.

ડ્રૉન ઉડાડવા માટે બે પ્રકારના લાયસન્સ આપવામાં આવે છે--- 

પહેલુ- સ્ટૂડન્ટ રિમૉટ પાયલટ લાયસન્સ
બીજી- રિમૉટ પાયલટ લાયસન્સ

ઉંમર-
આ બન્ને લાયસન્સ મેળવવા માટે ડ્રૉન ઓપરેટરની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ હોવો જોઇએ.

શિક્ષણ- 
લાયસન્સ માટે ઓપરેટર ઓછામાં ઓછુ 10મું ધોરણ પાસ કે 10 ક્લાસની બરાબર તેની પાસે કોઇ માન્યતા પ્રાપ્ત બોર્ડની ડિગ્રી હોય. જોકે અરજી કરનારા વ્યક્તિને ડીજીસીએ સ્પેશિફાઇડ મેડિકલ એક્ઝામિનેશન પણ પાસ કરવાની હોય છે. લાયસન્સ માટે તમારુ બેકગ્રાઉન્ડ પણ ચેક થાય છે. 

વિના લાયસન્સે કે પ્રતિબંધિત જગ્યાઓ પર ડ્રૉન ઉડાડવા માટે કેટલા દંડની છે જોગવાઇ?

વિના લાયસન્સથી ડ્રૉન ઉડાડવા પર 25000 રૂપિયાનો દંડ.
નૉ-ઓપરેશનલ ઝૉનમાં ઉડાન ભરવા પર 50000 રૂપિયાનો દંડ.
ડ્રૉનને થર્ડ પાર્ટી વીમો હોવો પણ જરૂરી છે, ના હોવા પર 10000 રૂપિયાનો દંડ પણ થઇ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Embed widget